તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના શો રૂમમાંથી પ.૬૭ લાખના નzળ ચોરાઈ ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપીના શો રૂમમાંથી પ.૬૭ લાખના નળ ચોરાઈ ગયા
- અડધા કરોડના સ્માર્ટ ફોનની ચોરી બાદ હવે તસ્કરોનો ટેસ્ટ બદલાયો
- તસ્કરો જુદી-જુદી ઇમ્પોર્ટેટ કંપનીના ૩૦૭ નંગ નળની કરી ચોરી કરી ગયા


વાપી અને સેલવાસમાં પંદર દિવસ અગાઉ જ તસ્કરો મોબાઇલ શોપના નકુચા તોડીને અડધા કરોડ રૂપિયાની કિંમતના સ્માર્ટ ફોનની ચોરી કરી ગયા હતા. હજુ સેલવાસ કે વાપી પોલીસે આ ચોરીમાં કોઇ મહત્વની કડી મેળવી શકી નથી ત્યાં વધુ એક સ્માર્ટ ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો.

વાપી-ચાર રસ્તા સ્થિત માર્બલ્સના શો રૂમમાંથી સોમવારે રાત્રે તસ્કરો શટરના નકુચા તોડી અંદરથી હાર્ડવેરનો સામાન તથા બ્રાન્ડેડ કંપનીના મોંધા નળ મળીનેપ.૬૭ લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. જીઆઇડીસી પોલીસને આ અંગે જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને તસ્કરોના પગેરૂં મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વાપી-ચાર રસ્તા સ્થિત અમીધારા કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા દર્શન ગ્રેનાઇટ અને માર્બલ્સના શો રૂમના શટરના સોમવારે રાત્રે તસ્કરોએ કોઇક સાધનથી નકુચા તોડી નાંખ્યા હતા. તસ્કરોએ એક દમ ઠંડા કલેજે શો રૂમમાં મુકેલા ઇમ્પોર્ટન્ટ હાર્ડવેર એસેસરજિના પેકિંગ ખોલીને શો કેસના ર્બોડ ઉપર મુકેલી લાખો મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત શો રૂમના ગલ્લામાં મુકવામાં આવેલી કેટલી કેસની પણ ચોરી કરી ગયા હતા. તસ્કરોએ બ્રાન્ડેડ કંપનીના કુલ ૩૦૭ નંગ નળ જેની કિંમત રૂપિયા પ.૬૭ લાખની ચોરી કરી હતી.

મંગળવારે સવારે જ્યારે શો રૂમનો માલિક દુકાને આવ્યો ત્યારે શટર ખુલ્લું જણાતા તથા અંદરનો સર સામાન વેર વિખેર હાલતમાં જોતા ચોરી થયાનું જણાયું હતું. આ અંગે ઉદ્યોગનગર પોલીસને જાણ કરાતા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચીને જરૂરી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો