• Gujarati News
  • 420 Engineering Colleges In Valsad, Who Will Attend?

વલસાડ ઇજનેરી કોલેજમાં ૪૨૦ બેઠક, કોને પ્રવેશ મળશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ ફેકલ્ટી માટે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ર્કોસિ‌સ દ્વારા આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન

ચાલૂ વર્ષે રાજ્યમાં સાયન્સ પ્રવાહમાં રેકર્ડ બ્રેક પરિણામ આવ્યું હતું. જ્યારે વલસાડ જિલ્લામાં પણ પરિણામની ટકાવારી ઊંચી આવતાં પાંચ હજાર વિદ્યાર્થીઓ ઊત્ર્તીણ થયાં હતા. જેમાં એ ગ્રુપમાં મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ અઢી હજાર ઉપરાંત હોવાથી ઇજનેરી ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધસારો રહેશે તેવું મનાય છે. રાજ્યમાં ઇજનેરીમાં ૬૩પ૨૧ બેઠક હોવાથી ગત વર્ષે બેઠકો ખાલી રહી હતી. જેને લઇ આ વર્ષે પ્રવેશની સમસ્યા નહી રહે તેવું અનુમાન છે, પરંતુ પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ટકાવારીનાં આધારે સ્પર્ધા રહેશે.
તિથલ રોડ સ્થિત સરકારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે ગત વર્ષે કોઇ સમસ્યા રહી ન હતી. છેલ્લા રિશફલિંગમાં બેઠકો પૂરી થઇ ગઇ હતી. જો કે આ વર્ષે પરિણામ ઊંચું આવતાં વિદ્યાર્થીઓને વલસાડમાં પ્રવેશ માટે ટકાવારીનો સામનો કરવો પડશે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ર્કોસિ‌સ માટે ૩૦ મેથી પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાનાર હોવાથી ઇજનેરી લાઇનમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ભારે ચહલપહલ શરૂ થઇ છે.
અહેવાલની વધુ વિગત અને તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...