વલસાડમાં તસ્કરો બેફામ: એક ફલેટમાંથી રૂા. ૩ લાખની મત્તા ચોરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં તસ્કરો બેફામ: એક ફલેટમાંથી રૂા. ૩ લાખની મત્તા ચોરાઈ (જિજ્ઞેશ સોલંકી)
પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો
પરિવાર ઉંઘતું રહ્યુ ને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની સાથે બાઈક પણ ચોરી ગયા


વલસાડ: વલસાડ શહેરમાં વાહનચોરી અને ઘરફોડ ચોરીના વધતા જતા બનાવોને પગલે પોલીસની કામગીરીની પોલ ખુલી રહી છે જયારે બીજી તરફ વધતી જતી ચોરીના બનાવોને અટકાવવા માટે પોલીસ નિષ્ફળ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દરમિયાન વધુ એક ચોરી શહેરના નાની ખત્રીવાડ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં થઈ હતી. જેમાં તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડ અને મોટરસાયકલ સમેત કુલ રૂા.૩ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ શહેરમાં ચોરીના વધતા જતા બનાવોને અટકાવવામાં પોલીસને કોઈ રસ રહ્યો ન હોય એમ નાઈટ પેટ્રોલિંગના તસ્કરો ધજાગરા ઉડાડી રહ્યા છે.

શહેરના નાની ખત્રીવાડ ખાતે અંકુર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા વિકી રાજકુમાર જૈસ્વાલ પોતાની માતા તેમજ પરિવારજનો સાથે રહેતા હતા. રાત્રિ દરમિયાન નિંદરમાં હતા ત્યારે કિચનની બારી વાટે તસ્કરો તેમના ફલેટમાં પ્રવેશ્યા હતા. જેઓએ કબાટમાંથી સોના ચાદીના દાગીના તેમજ રોકડા રૂા.૨પ,૦૦૦, ચાર મોબાઈલ ફોન અને ઘરમાંથી બાઈકની ચાવી લઈ મોટરસાયકલની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પરિવારની ઉંઘ ઉડતા મકાનમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી બનાવ અંગેની જાણ સીટી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. પરંતુ કોઈ કડી મળી ન હતી. બનાવ અંગે સીટી પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ થતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.