વલસાડ: કપરાડામાં સાડા ત્રણ અને ધરમપુરમાં અઢી ઇંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડામાં સાડા ત્રણ અને ધરમપુરમાં અઢી ઇંચ વરસાદ
વલસાડ, વાપી અને ઉમરગામમાં એક ઇંચ વરસાદ થયો
ગણેશ વિસર્જન યાત્રામાં વરસાદનું વિઘ્ન નડયું ન હતું


વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા રવિવારે રાત્રિથી સોમવારે દિવસ દરમિયાન સર્વત્ર મેઘમહેર થઇ હતી. ખાસ કરીને જિલ્લાનાં અંતરિયાળ તાલુકા કપરાડામાં સાડા ત્રણ ઇંચ અને ધરમપુરમાં અઢી ઇંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી પાણી થઇ ગયાં હતાં. જ્યારે વલસાડ,વાપી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદપડયો હતો.જિલ્લામાં સોમવારે ગણેશ વિસર્જનનાં દિને તમામ તાલુકાઓમાં વરસાદ થયો હતો. વલસાડમાં રાત્રિ દરમિયાન ૧૦ મિમિ અને દિવસ દરિમયાન ૧૪ મિમિ વરસાદ પડયો હતો. સવારે સાત વાગ્યાથી બે કલાકના ગાળા વચ્ચે વરસાદ પડયાં બાદ બપોર પછી વરસાદ અદશ્ય થઇ ગયો હતો.

જેને લઇ ગણેશ વિસર્જન યાત્રામાં વરસાદનું વિઘ્ન નડયું ન હતું. જો કે દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું. જ્યારે કપરાડા તાલુકામાં રવિવારે રાત્રે ૧૦ થી સોમવારે સવારે ૭ વાગ્યા દરમિયાન બે ઇંચ અને મોડી સાંજે ૮ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ મળી કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. એજ રીતે ધરમપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે વાપી, પારડી,ઉમરગામ તાલુકામાં પણ એક એક ઇંચની સરેરાશથી વર્ષા થઇ હતી.