તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વર્ષના જ દિવસે કપરાડામાં ૨.૦૯નો ધરતીકંપ, સંભળાયા ભેદી અવાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધરતીકંપનું એપી સેન્ટર વલસાડથી ૨૯ કિમી દૂર વાપી માર્ગ ઉપર નોંધાયું
- માંડવા-નાનાપોંઢા-જોગવેલ-અરણાઇ-આમધા-ખુંટલી સહિ‌ત ૧૦થી વધુ ગામોમાં ધરતીકંપના ત્રણ આંચકાના પગલે લોકોમાં ડરનો માહોલ
- છેલ્લા ૧પ દિવસમાં પાંચથી વધુ વખત આંચકાઓ આવ્યાનો ગ્રામજનોનો દાવો


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પાનસ,માંડવા અને નાનાપોંઢા સહિ‌ત ૧૦થી વધુ ગામોમાં દિપાવલી અને નવા વર્ષના પર્વ દરમિયાન જ સતત બે દિવસ સુધી ધરતીકંપના ત્રણ આંચકાઓ આવતા લોકોમાં ડરનો માહોલ છવાય ગયો હતો. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સવારે ૭.પ૭ કલાકે આવેલા ૨.૦૯ તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. બે દિવસમાં ત્રણ વખત અલગ અલગ સમયે થયેલા ધરતીકંપના આંચકાઓના પરિણામ સ્વરૂપ દિપાવલી અને નવા વર્ષની ઉજવણી પણ ફિકકી રહી હતી. મોટા ઘરોમાં રહેતા લોકોએ ઘરની બહાર જ રહેવાનું મુનાસિબ માન્યુ હતુ. જોકે કોઇ નુકશાન કે જાનહાની થવા પામી ન હતી.

કપરાડા તાલુકાના નાનાપોંઢા, માંડવા, જોગવેલ,ખુંટલી અને પાનસ સહિ‌ત ૧૦થી વધુ ગામો અને ધરમપુર તાલુકાના નાનીવહિ‌યાળ ગામના લોકો રવિવારે દિપાવલીની ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે બપોરે ૧૧-પ૬ કલાકે જોરદાર અવાજ સાથે ધરતીકંપનો આંચકો લાગતા લોકો ડરના માર્યા ઘરની બહાર નિકળી ગયા હતા. ત્યાર બાદ રાત્રે ૮-પ૬ કલાકે ફરી અવાજ સાથે આંચકાઓ આવતા લોકોએ ભયના માર્યા ફટાકડાઓ ફોડવાનું પણ બંધ કરી દીધુ હતુ.જોકે બંને આંચકાઓની તીવ્રતા ઓછી હોય સિસ્મોગ્રાફ મશીનમાં નોંધાય ન હતી.

જોકે બીજા દિવસે સોમવારે નવા વર્ષના દિવસે લોકો તૈયાર થઇ પૂજાની તૈયારીઓ કરી રહ્યા હતા. તે સમયે સવારે ૭.પ૭ કલાકે ફરી વાર ધરતી ધણધણી ઊઠી હતી. જેના પગલે લોકોમાં અનેક તર્કવિતર્ક ઊભા થયા હતા. દિપાવલી અને નવા વર્ષના દિવસોમાં જ ધરતીકંપ આવતા લોકોમાં અનેક શંકાકુશંકાઓ જોવા મળી હતી. નવા વર્ષના દિવસે થયેલા ધરતીકંપની તીવ્રતા રિએકટર સ્કેલ ઉપર ૨.૦૯ જેટલી નોંધાઈ હતી.જેનું એપી સેન્ટર વલસાડથી ૨૯ કિમી દૂર વાપી માર્ગ ઉપરનું કરવડ ગામે નોંધાયું હતું. નવા વર્ષના દિવસે જ ધરતીકંપની આંચકાઓ આવતા લોકોએ પોતાના ગામના સરપંચોને જાણ કરી હતી.જેમણે તલાટીઓને જાણ કરતા કલેકટર અને એસડીએમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી.જોકે સદ્નશીબે કોઇ જાનહાની કે નુકશાન નોંધાયા નહોતા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...