તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશામાં ચૂર ૧૮ને ઝડપી પાડતી પારડી પોલીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અઠવાડિયામાં બીજી ઘટના, પોલીસના નશાખોરો સામે કડક તેવર
- તમામ પીધ્ધડોને એક રાત રાખી બીજા દિવસે વોર્નિગ આપી છોડી મૂકાયાં, વલસાડના છ પીધ્ધડો પણ પકડાયાં

પારડી પોલીસ દ્વારા એક જ અઠવાડિયામાં બીજી વાર દમણથી નશાની હાલતમાં કાર ચલાવીને હાઈવે પર જતા પીધ્ધડોનો મોટો કાફલો પકડી પાડતા સુરત, નવસારી અને ભરૂચ સુધીના દમણ આવતા સહેલાણીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પારડી પોલીસે મંગળવારે ફરી એકવાર કલસર ચેક પોસ્ટ પર તપાસ અભિયાન હાથ ધરી ચાર કારમાંથી ૧૮ પીધ્ધડોની અટક કરી હતી.

ગુજરાત રાજ્યના છેવાડા વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને અડીને આવલો હોવાથી અહીં દરરોજ ગેરકાયદે દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોવાની નાની-મોટી ઘટના તથા નશામાં દારૂડિયાઓ વાહન હંકારતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. જેમાં પણ દમણથી સૌથી વધુ માત્રામાં ગેરકાયદે દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડી દેવામાં આવતો હોય છે. જેના પગલે ગુજરાત રાજ્યની પોલીસે પણ દમણના સીમાડે ઠેક-ઠેકાંણે ચેકપોસ્ટ બનાવી છે. આવી જ એક ચેકપોસ્ટ કલસર પરથી મંગળવારે રાત્રે પારડી પોલીસે ચેકિંગ અભિયાન હાથ ધરી ચાર કારમાં સવાર ૧૮ જેટલા પીધ્ધડોની અટકાયત કરી હતી.

કલસરથી મંગળવારે પકડાયેલા ૧૮ પીધ્ધડોમાં વલસાડના ૬ અને બાકીના ૧૨ ઈસમો સુરતના હતા. પોલીસે તમામને બીજા દિવસે સવારે વોિન્ર્‍ાંગ આપીને છોડી મુક્યા હતા. પારડી પોલીસના એક જ અઠવાડિયામાં બીજી વખત પીધ્ધડો વિરૂદ્ધના અભિયાનથી નગરમાં લોક ચર્ચાએ ભારે જોર પકડયું છે.

- શું નશાની પ્રવૃત્તિ પર આનાથી રોક આવશે કે પછી સહેલાણીઓ ઘટશે

પારડી પંથકમાં હાલ પોલીસની પીધ્ધડો વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનથી અનેક ચર્ચાઓ ઊઠી રહી છે. એક બાજુ મોટી સંખ્યામાં દમણની સહેલગાહે આવતા પર્યટકો જે પારડી થઈને જાય છે, જેથી પારડીના બજારને પણ કંઈક અંશે લાભ થાય છે જેને અવરોધ થવાની શક્યતાને લઈ અભિયાન સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે. તો બીજી તરફ નશાખોરીની પદ્ધતિને ડામના પારડી પોલીસના આ નવા પેંતરાને દારૂ વિરોધી સંસ્થાઓ અને સમાજસેવકો ભારોભાર વખાણ કરી રહ્યા છે. જો કે, તેની અસર હજુ આવરો સમય જ બતાવશે.

- આ વાહનો જપ્ત કરાયા

સ્વીટ કાર (નં.જીજે-પ-સીએન-૮૨પ૧)
ઈન્ડીકા વિસ્ટા (નં.જીજે-પ-સીએસ-૨૪૬૨)
ફોર્ડ ફીગો (નં.જીજે-૧પ-સીએ-૨૭૭૨)
સ્કોડા યેતી (નં.જીજે-પ સીઆર-૮૬૧૧)

- આ નશાખોરો પકડાયા

ત્રિભુવન રમેશ પટેલ (વરાછા-સુરત)
જીગ્નેશ રવજી પટેલ (વરાછા-સુરત)
જૈનીથ પ્રવીણ પટેલ (વરાછા-સુરત)
જીતેશ ઝીણા જાની (સીમાડા ગામ-સુરત )
રાકેશ રમેશ પટેલ (કાજાણહરી-વલસાડ)
અલ્પેશ બાબુ હળપતિ (મોતીવાડા પારડી)
અરવિંદ વિઠ્ઠલ પટેલ (ઓરવાડ-પારડી)
રવીન્દ્ર અલકન પાટીલ (ઉધના-સુરત)
વિનોદ યશવંત કાકળે (ઉધના-સુરત)
લલિત માધવ રબાડીયા (સુરત)
રાહુલ પ્રાગજી રંધીયા (રાજનગર-સુરત)
ભાવેશ હરજી પટેલ (વરાછા-સુરત)
અરવિંદ પર્વત પટેલ (વરાછા-સુરત)
મહેશ મગન લેવા પટેલ (વરાછા-સુરત)
ઝીણા મીઠા પટેલ (મોટાવરાછા-સુરત)
કમલેશ રાણા (મોગરાવાડી-વલસાડ)
સતીશ રાવલ (ખડકીભાગડા-વલસાડ)
જતીન બી.પટેલ (મોરાભાગડા-વલસાડ)