16 વર્ષ પહેલા થયેલી ધાડ-લૂંટના આરોપીની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ગુજરાત પોલીસ લોગો )

16 વર્ષ પહેલા થયેલી ધાડ-લૂંટના આરોપીની ધરપકડ
તિથલ રોડ પાલિહીલમાં રહેતા પરિવારને માર મારી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી
16 ધાડપાડુઓએ લૂંટ ચલાવી હતી જેમાંથી પાંચની ધરપકડ થઈ હતી


વલસાડ: તિથલ રોડ પર 1996ની સાલમાં 16 ધાડપાડુઓએ બંગલાના પાછળનો દરવાજો તોડી મકાન માલિકને માર મારી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો એક ધાડપાડું દાહોદ પોલીસના હાથે લાગ્યો હતો. જેને આધારે વલસાડ સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધાડપાડુનો કબજો મેળવી ર્કોટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.તિથલ રોડ પર પાલીહીલ બંગલોમાં વર્ષ 1996માં 16 ધાડપાડુઓએ હથિયાર સાથે ધાડ પાડી હતી. જેઓએ મકાનમાં રહેતા પરિવારજનોને માર મારી સોના ચાંદીના દાગીના અને રોકડ ~2000 સહિ‌ત ~25,000ની લૂંટ ચલાવી ફરાર થયા હતા. તે સમયે પોલીસે 5 ધાડપાડુઓને ઝડપી પાડયા હતા.
જેમની પૂછપરછમાં કુલ 16 ધાડપાડુઓએ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગનો એક સાગરીત માનો બીટા પારઘી (ઉ.વ.50, રહે. જાંબુવા, મધ્યપ્રદેશ) દાહોદ પોલીસના હાથે ઝડપાયો હતો. જેની પૂછપરછ કરતા તેણે વલસાડમાં 1996ની ધાડ-લૂંટ કબૂલી હતી. જે અંગેની જાણ દાહોદના એસપીએ વલસાડ એસપીને કરતા સિટી પીએસઆઈ ડી.જી.તડવીએ ધાડપાડું માનો બીટા પારઘીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. ત્યારબાદમાં તેને ર્કોટમાં રજૂ કરી 12 સપ્ટેમ્બર સુધીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.