૧૪ લાખનો ચુનો ચોપડી ઠગ ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીમાં આંગડિયા પેઢીએ વિશ્વાસમાં આપેલો હવાલો ભારે પડયો
કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટરની ઓળખ આપી બે દિવસ હવાલાના નિયમીત રૂપિયા ચુકવી વિશ્વાસ સંપાદન કર્યો


મારો બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો મોટો બિઝનેસ છે અને અકલેશ્વર અને સુરતમાં મારી સાઇટ છે જ્યાં કામ થઇ રહ્યું છે. મારે મજુરને તથા અન્ય રીતે રૂપિયા મોકલવાના રહેતા હોય છે એમ કહીને એક ઠગ ભગત વાપી ટાઉન સ્થિત આંગડિયા પેઢીના મેનેજરને ઠગી ગયો હતો. બે દિવસ સુધી અંકલેશ્વર અને સુરતની પાર્ટી‍ને હવાલામાં મોકલાવેલી રકમ ચુકવીને વિશ્વાસ સંપાદન કર્યા બાદ ત્રીજા દિવસે પોતાનું અસલ પોત પ્રકાશી આ ઠગ આંગડિયા પેઢીના ૧૪ લાખ રૂપિયાનું કરી નાંખીને ફરાર થઇ ગયો છે. આ અંગે આંગડિયા પેઢીના ભાગીદારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ટાઉન પોલીસે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વાપી નૂતન નગર વિસ્તારમાં રહેતા અને ચાર રસ્તા સ્થિત ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા રાકેશ બચુભાઇ વ્યાસે થોડા સમય અગાઉ સુધીર દરબાર, રાજુ દરબાર, કીરીટ દરજી તથા જશુભાઇ દરજી સાથે ભાગીદારીમાં વાપી ટાઉન સ્થિત મુખ્ય બજાર માર્ગ અમર ગેસ્ટ હાઉસના નીચે વસંતલાલ એન્ડ કંપની નામક આંગડિયા પેઢી શરૂ કરી હતી. આ પેઢી ઉપર મેનેજર તરીકે કામ કરતા સંજય હીરૂભાઇ વ્યાસ કામ સંભાળે છે.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....