ગોપાલકનો ગોટાળો: લોભામણી સ્કીમમાં આપી રોકાણકારોના 13 કરોડનું ગળુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-આ ઠગે લોકોને કરોડોના દેવામાં ઊતાર્યા
-લોભામણી સ્કીમમાં રોકાણ કરનારાના ૧૩ કરોડ લઈ ગોપાલક ડેરીનો એમડી ફરાર

ગોપાલક ડેરીના એમડીએ ડેરી પ્રોડકટસમાં લોભામણી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી ૧પપ લોકો પાસે ૧૩ કરોડનું રોકાણ કરાવી રાતોરાત ગાયબ થઈ જતા ભોગ બનનારાઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેમાં કેટલાક રોકાણકારોની આર્થિ‌ક સ્થિતી ડામાડોળ થઈ છે તો કેટલાક લોકોએ પોતાના જ ઘરમાં જ ઓશિયાળું બનીને જીવવું પડી રહ્યું છે.

તીથલ રોડ પર કલ્પવૃક્ષમાં એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લિના નેજા હેઠળ એમડી જયસુખ મોહનભાઈ અધેરાએ ગોપાલક બ્રાન્ડના નામે ડેરી ઉદ્યોગ ચાલુ કરી લોકોને ફ્રેન્ચાઈઝી આપવા માટે લોભામણી જાહેરાતો આપી હતી. જે વાંચી નિવૃત્ત એક પછી એક એમ વલસાડના ૧પપ લોકો સ્કીમમાં જોડાયા હતા. જેઓ પાસેથી જયસુખે કુલ ૧૩ કરોડ ઉઘરાવ્યા હતા. બાદમાં સ્કીમ મુજબ દૂધની કોઈ પ્રોડકટ મળી હતી કે રોકેલા નાણા પણ પરત મળ્યા ન હતા. જેથી લોકોએ નાણાની માગણી કરતા જયસુખ અધેરા રાતો રાત ગાયબ થઈ ગયો હતો. બાદમાં તેમના વિરૂધ્ધ સિટી પોલીસ મથકે ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જયસુખ શેઠે વિદેશમાં રોકાણ કર્યું

શિક્ષકો અને પ્રતિષ્ઠિ‌ત વર્ગના લોકોના કહેવાથી મધ્યમ અને નાના વર્ગના લોકોએ રોકાણ કર્યું. તેઓનું કહેવું છે કે, અમે જયસુખને ઓળખતા નથી, જે અમારા નજીકના આચાર્યો, શિક્ષકો કે સંબંધીઓ છે તેઓ પર ભરોસો મુકીને રોકાણ કર્યું હતું. જેથી અમે અમારા પરિચિત લોકો પાસે નાણા માગીયે તો એવો જવાબ મળે છે કે, જયસુખ શેઠ વિદેશમાં આપણા નાણાં વડે રોકાણ કર્યું છે જેઓ આવશે એટલે તમારા નાણા વ્યાજ સાથે મળી જશે.

આ અંગે વધુ વાંચવ તસવીર પર ક્લિક કરો...