વાપી: સેલવાસમાં 1000ની ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનું કૌંભાંડ પકડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - 1000ની ડૂપ્લીકેટ નોટ )

સેલવાસમાં 1000ની ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનું કૌંભાંડ પકડાયું
પોલીસે બાતમીના આધારે 78 ડુપ્લીકેટ નોટ સાથે બિહારના બે યુવાનોની ધરપકડ કરી પર્દાફાશ કર્યો

વાપી: દાનહ પોલીસે દાદરા તથા નરોલી ચેક પોસ્ટ વિસ્તારમાંથી બે બિહારીને હજારના દરની 78 નકલી નોટ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં 1000ની નકલી નોટ બિહારના છપરા વિસ્તારમાંથી સપ્લાય થતી હતી. દાનહ પોલીસની એક ટીમ આ કેસમાં વધુ તપાસ અર્થે બિહાર રવાના થઇ છે.દાદરામાં આવેલી રાઠોડ મોબાઇલ શોપમાં બે ઇસમો નકલી નોટ લઇને આવી રહ્યા હોવાની બાતમી સેલવાસ પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સેલવાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.બી. મહાજન, હેડ કોન્સ્ટેબલ આર.જી. પટેલ, એ.જી. પાટીલ, કોન્સ્ટેબલ એસ.એમ. માહલા, વિનીત જાદવ, જિતેન્દ્ર ગાંવિત તથા ઉર્વિ‌શ પટેલની ટીમે દાદરા પહોંચી વોચ ગોઠવી હતી.

આ દરમિયાન મળેલી બાતમી મુજબ એક બાઇક ઉપર બે અજાણ્યા ઇસમો દુકાનમાં મોબાઇલ રિચાર્જ કરાવવા માટે આવતા જ પોલીસે તેમની અટકાયત કરીને તપાસ હાથ ધરી હતી. જો કે, આ કામગીરી દરમિયાન અન્ય એક તકનો લાભ લઇને ત્યાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. દાનહ પોલીસે રિતેશસિંગ ગંભીરસિંગ રહે. જમાલપુર, છપરા-બિહારની અટકાયત કરીને કડક પૂછપરછ કરતા તેમની પાસેથી અને તેમની રૂમમાં તપાસ કરતા ભારતીય ચલણની હજારના દરની ૬૬ નંગ ડૂપ્લીકેટ નોટ મળી આવી હતી.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...