ક્રિએટીવ બનવું હોય તો શેખચલ્લી જેવા સપનાં જુઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Paragraph Filter
-જેટલું વધારે વાંચશો, જેટલું વધારે ફરશો, દિવાસ્વપ્નો જોશો અને ખોટા પડશો પણ હિંમતભેર જવાબ આપતા થશો તો તમે ક્રિએટિવ થશો જ...
-હાઉ ટુ બી ક્રિએટીવ વિષય પર વર્કશોપ યોજાયો
‘ક્રિએટીવ બનવું હોય તો પહેલી શરત છે વાંચો, જેટલું વધારે વાંચશો એટલું વધારે ક્રિએટીવલી વિચારી શકશો અને ક્રિએટીવ બનવાની બીજી શરત છે, દિવાસ્વપ્નો જુઓ, શેખચલ્લી જેવા સ્વપ્નો પણ જોશો તો ચાલશે..!’ બડી બિટ્સ ગ્રુપમાં યોજાયેલા ‘હાઉ ટુ બી ક્રિએટીવ’ વર્કશોપમાં બિનિત ઠાકરે આ વાત કહી હતી. એમણે કહ્યું કે, ક્રિએટીવ બનવા માટેની કોઇ રેસિપી નથી હોતી, ક્રિએટિવિટી એ મેથ્સના દાખલા નથી કે જેટલા વધારે ગણો એમ આવડી જાય..ક્રિએટિવિટી એક એવી ચીજ છે જે માણસની દુનિયા બદલી નાંખે છે..!’ ક્રિએટીવ બનવા શું કરવું જોઇએ એ વિશે પણ વાત કરવામાં આવી હતી.
1. દિવાસ્વપ્નો જુઓ : સપના હંમેશા અવાસ્તવિક જ હોય પણ એ તમને બીજા કરતા જુદા ચોક્કસ જ પાડી શકે અને એ જ તમને ક્રિએટીવ પણ બનાવી શકે. દિવાસ્વપ્નો ક્રિએટિવિટી તરફનું પહેલું પગથિયું છે. શ્રીનિવાસ રામાનુજન અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ દિવાસ્વપ્નો જોતાં. રામાનુજે ઘણી થિયરીઓ સપનામાં જોઇ હતી. દિવાસ્વપ્નો દિમાગમાં એક વિચારોનો પૂંજ પેદા કરે છે અને એ વિચારો આઇડિયાઝને જન્મ આપે છે.
- આઇનસ્ટાઇનને થિયરી ઓફ રિલેટીવિટીનો આઇડિયા સપનામાં જ આવ્યો હતો.