માંડવીની સગર્ભાની સસરા સામે ત્રાસની ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીની સગર્ભાની સસરા સામે ત્રાસની ફરિયાદ માંડવી તાલુકાના ચોરંબા ગામે પ્રેમસંબંધમાં રહી ગયેલા ગર્ભ બાબતે સમાધાન પછી રહેવા ગયેલી યુવતીને માનસિક ત્રાસ માંડવી તાલુકાના ચોરંબા ગામે રહેતા યુવક-યુવતી વચ્ચે થયેલા પ્રેમસંબંધમાં અવારનવાર મળતાં ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ સામાજિક સમજાવટ પછી યુવતી યુવકના ઘરે રહેવા ગઈ હતી, પરંતુ સાસરિયા તથા તેમના સગાવહાલા તરફથી બીજાનો ગર્ભ હોવાની વાતો કરી સતત ત્રાસ આપતો ત્રાસ અપાતો હતો. ત્યારબાદ આશાવર્કરને પણ નામ ન નોંધવા દેતા સગર્ભા યુવતી માંડવી પોલીસને ફરિયાદ કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી. માંડવી તાલુકાના ચોરંબા ગામે મંદિર ફળિયામાં રહેતા યુવાન સંજયભાઈ અરવિંદભાઈ ચૌધરીએ જ ગામમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી મીનાક્ષીબહેન (નામ બદલ્યું છે) સાથે છેલ્લા દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ થયો હતો અને બંને જણા અવારનવાર ગમે ત્યાં મળતાં હતાં અને તે દરમિયાન શરીર સુખ પણ ભોગવ્યું હતું તે દરમિયાન યુવતીને ગર્ભ રહી ગયો હતો. છ મહિ‌ના પછી યુવતીએ પોતાના માતા-પિતાને જાણ કરતાં ગામના અગ્રણીઓ સાથે મળીને સમાધાન કરાયું હતું અને સગર્ભા યુવતી પોતાના સાસરે રહેવા ગઈ હતી. દરમિયાન સંજયભાઈ ચૌધરી ઈન્ટરવ્યુ હોવાનું જણાવી જતો રહ્યો હતો. તે દરમિયાન સગર્ભા યુવતીને સાસુ સસરા તથા તેમના કાકા સસરા અને મામા સસરા પણ અવાર નવાર આવી સંજયને ખોટા ફસાવી દીધો છે, એમ કહી મહેણા ટોણા મારતાં હતાં. પરંતુ સગર્ભા યુવતીને તના માતા- પિતા સમજાવતાં સહન કરી સાસરીમાં જ રહેતા હતી. ત્યારબાદ આઠ માસ થતાં જ સગર્ભા યુવતીએ ૧૩/૯/૨૦૧૨ના રોજ ગામની આશાવર્કર હેનને નામ નોંધવવાની વાત કરી હતી, પરંતુ આશાવર્કર બહેન એમના સસરાએ નામ નોંધાવાની ના પાડી હોવાનું જણાવતાં જ યુવતી પોતાના સાસરે જઈ કેમ ના પાડી હતી, તેમ જણાવતાં બોલાચાલી થઈ હતી. દરમિયાન યુવક-યુવતી બંને બેભાન થઈ જતાં ૧૦૮ને બોલાવી અને ઝંખવાવ ખાતે દાખલ કરાયા હતાં. ત્યાંથી સંજયભાઈને રજા મળતાં એકલા જ ને લઈ ગયેલા જ્યારે સગર્ભા યુવતીને તેના સાસરિયા ન લઈ જતા યુવતીએ પોતાના પતિ તથા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી.