હજી પણ અધિકારીઓના કાર પરથી પડદા ઊઠ્યા જ નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આ પડદા કોણ હટાવશે?
- તમામ વાહનો પરથી ડાર્ક ગ્લાસ કે પડદા દૂર કરવાના સુપ્રીમના આદેશનું સર્વિ‌સ ટેકસ, એકસાઈઝ કે આઇટી કચેરીમાં કડકાઈથી પાલન થઈ થઈ રહ્યું છે
- જોકે, હજી પણ કલેક્ટર કચેરીના અધિકારીઓ આ મામલે બિંધાસ્ત છે, ડેપ્યુટી કલેકટર કે અન્ય અધિકારીઓ કાર પરથી પડદા ઊઠ્યા જ નથી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેર પોલીસે વાહનો પરથી ડાર્ક ફિલ્મ દૂર કરવા માટે રીતસરની ચળવળ શરૂ કરી હતી. આજે પણ અનેક ઠેકાણે લોકોની ડાર્ક ફિલ્મવાળી ગાડીઓ અટકાવીને ફિલ્મ તો દૂર કરવામાં જ આવે છે સાથે દંડવામાં પણ આવે છે. શહેર પોલીસે તો ડાર્ક ફિલ્મ સંબધિત જાહેરનામું પણ પ્રસિદ્ધ કરીને આ નિયમનો કડકાઈથી અમલ કરાવવાનું ચાલુ જ રાખ્યું છે, પરંતુ સરકારી બાબુઓ પર આની કોઈ અસર પડી હોય એમ લાગી રહ્યું નથી.
આજે પણ કલેકટર વિભાગની ગાડીઓમાં લગાવાયેલાં પડદા દૂર કરવામાં આવ્યા નથી. કલેકટરે અગાઉ 'ડીબી ગોલ્ડ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સ્ટાફના તમામ લોકોને આ નિયમનું પાલન કરવા માટે કહી દેવાયું છે, પરંતુ લાગે છે કે હજી સુધી આ આદેશનું પાલન ખુદ તેમના તાબાના અધિકારીઓ જ કરી રહ્યા નથી.
અત્રે નોંધનીય છે કે 'ડીબી ગોલ્ડ’ના અગાઉના અહેવાલમાં કલેકટર અને ડેપ્યુટી કલેકટરની ગાડીઓમાં પડદા લગાવવામાં આવ્યા હોવાનું તથ્ય પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ બાદ કલેકટરે સ્ટાફની ગાડીઓ અને પોતાની ગાડી પરથી પડદા દૂર કરી દેવાશે એમ કહ્યું હતું. અલબત્ત, આ વાતને આજે મહિ‌ના ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે.
- મહિ‌ના પછી પણ કોઈ ફરક નહીં
'ડીબી ગોલ્ડ’માં છપાયેલાં અહેવાલા બાદ કેન્દ્રના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પારદર્શક કાચ બાબતે ઝડપથી જાગૃતતા આવી રહી હતી. ડાર્ક ગ્લાસની કેટલીક કાર વચ્ચે સર્વિ‌સ ટેકસ અને આવક વેરા ખાતાની અનેક કારોમાં પારદર્શક કાચ ફિટ કરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, આ જ કારોમાં ડાર્ક ગ્લાસ ઉતરી ગયા બાદ પડદા લગાવવામાં આવી રહ્યા હતા. એટલે નિયમનો ભંગ તો આમે ય થઈ જ રહ્યો હતો.
તડકો ન લાગે એ માટે ઉપરાંત એસીની ઠંડક જલદી પ્રસરે એ માટે પડદા લગાવવામાં આવ્યા હતા. 'ડીબી ગોલ્ડ’માં અહેવાલ છપાયા બાદ અધિકારીઓએ ગાડી પરથી પડદા પણ દૂર કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ડાર્ક ગ્લાસ એટલા માટે પણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કે કઈ કારમાં કોણ જઈ રહ્યુ છે તે સામાન્ય પ્રજાજન જોઈ શકે. જો કે, પડદાને લીધે તો કોણ બેઠું છે એ જાણી શકવું અશક્ય બની રહ્યું છે.
સીધી વાત: આર.બી.બારડ, એડિશનલ કમિશનર
- પડદાં તો ચાલે ને
તમારી ગાડી પર પડદાં છે તે કયારે દુર કરશો?
અમે ડાર્ક ગ્લાસ તો દુર કરી દીધાં છે.
પરંતુ તેની જગ્યો પડદાં લગાવી દીધાં છે?
પડદાં તો ચાલે ને.
નહીં ચાલે નિયમ છે?
એ તો સાઇટમાં છે, કારમાં કોણ બેઠું છે એની ઓળખ થઈ શકે છે.
નિયની વિરુધ્ધ છે, કેમકે દરેક વિન્ડો પર પડદાં છે?
હું ચેક કરાવી લઉં છું.