તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ કરે 'કોણ’ વચ્ચે ડોકાતી આફત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંત્યત ભયજનક ખોલીમાં જીવન જોખમે ઉછરતું બાળપણ

કોટ વિસ્તારમાં સર્વાધિક જર્જરિત ઇમારતો છે ભાડૂઆત મકાન રિપેરિંગનો ખર્ચ કરી શકતા નથી અને મકાન માલિક ભાડૂઆત ઘર ખાલી કરી દે એની રાહ જુએ છે. આ સ્થિતિ વચ્ચે સેંકડો પરિવારો દોઝખ જેવી સ્થિતિમાં છે જેમાં વૃધ્ધો ને બાળકો પણ છે

શહેરમાં જ્યાં જર્જરિત ઈમારતોની સંખ્યા સૌથી વધુ છે એવા કોટ વિસ્તારમાં કેટલાંક મકાનો તો એવા પણ છે જે પડું-પડું છે પરંતુ તેમ છતાં પાલિકાએ હજી સુધી તેમને કોઈ પણ પ્રકારની નોટિસ ઇશ્યુ કરી નથી. આ ઉપરાંત જ્યાં નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે ત્યાં પણ લોકો રહેવા મજબૂર છે. જ્યાં ભાડૂઆત છે ત્યાં મકાન માલિક રૂપિયા ખર્ચી‍ને રિપેરિંગ કરાવવા રાજી નથી અને જ્યાં ભાડૂઆત પાસે રૂપિયા છે ત્યાં માલિકીનો પ્રશ્ન આવતા ખર્ચ કરવાથી હાથ પાછા ખેંચી લે છે. જો કે મોટાભાગના મકાનો એવા છે જ્યાં ભાડૂઆત રહે છે અને તેમની પાસે રૂપિયા ન હોવાથી જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે.