ટોકરવા ગામે પાતાળકૂવા સાથેની યોજના નિષ્ફળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોકરવા ગામે પાતાળકૂવા સાથેની યોજના નિષ્ફળ
પંપ હાઉસ બનાવ્યા બાદ મોટર મુકવામાં નથી આવી, કૂવામાંથી પાણી પણ નીકળતું નથી

સોનગઢ તાલુકાના ટોકરવા ગામે સિંચાઈ વિભાગ દ્વારા ગત ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલી પાતાળકૂવા સાથેની યોજનામોટરના અભાવે નિષ્ફળ સાબિત થઈ છે. આ સાથે કૂવામાં પણ નામ માત્રનું પાણી શેષ રહેતું હોય સમગ્ર યોજના બનાવવા પાછળનો આશય કોઈ રીતે રસ્તો દેખાતો નથી.સોનગઢના ટોકરવા ગામે મિસ્ત્રી ફળિયાના મુખ્યમાર્ગની નજીક સરકારના સિંચાઈ વિભાગ દ્વારા એક પાતાળ કૂવો સાથેની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના અન્વયે પાતળકૂવાના માધ્યમથી આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાં સિંચાઈની સવિધા પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ યોજના બાબતે સ્થળ પસંદગી અંગે સરકારી તંત્ર દ્વારા કાચુ કાપવામાં આવતાં જે સ્થળે કૂવો ખોદવામાં આવ્યો છે તે સ્થળે મોટા પ્રમાણમાં પથ્થરોના થર આવેલો છે, આમ છતાં એ સ્થળે મોટા ખર્ચ સાથે પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો. આ કૂવો ખોદાયા બાદ એની બાજુમાં જ પંપહાઉસ બનાવવામાં આવ્યો હતો. આ સ્થળે મોટર ગોઠવ્યા બાદ પાતાળકૂવામાંથી આસપાસના ખતરોમાં પાણી વિતરણ કરવાનું હતું. જોકે, પાતાળકૂવામાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં નીકળતા સમગ્ર યોજના નિષ્ફળ રહી હતી.

આ અંગે બનાવવામાં આવેલ પંપ હાઉસની કામગીરી પણ મુકી દેવાઈ છે. પંપ હાઉસ બનાવ્યા બાદ એમાં મોટર મુકવામાં આવી નથી. એવો આક્ષેપ સ્થાનિક ખેડૂતોએ કર્યો હતો. હાલમાં એકલ ડોકલ ખેડૂત પોતાની મોટર મુકી નામ માત્રનું પાણી ખેતરમાં આપી રહ્યાં છે. ત્યારે આવી બિનઉપયોગી યોજના બાબતે તપાસની માંગ કરવામાં આવી છે.