જીદ છોડી અમે રહીશું હેપ્પી- હેપ્પી : સ્ટૂડન્ટસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંસ્કારભારતી સ્કૂલમાં બાળકો અને શિક્ષકો માટે જીવનવિદ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોને જીંદગી વિશેની કેટલીક મજાની વાતો સમજાવવામાં આવી હતી અને શરીર અને મન વચ્ચેનાં ભેદ વિશે પણ સમજ આપવામાં આવી હતી. આ શિબિરમાં સોમ ત્યાગીએ કહ્યું કે, 'જીવનમાં આપણે બધા સુખની શોધમાં હોઇએ છીએ. માણસ આખી જીંદગી દરમિયાન ફક્ત બે જ વાત શોધતો હોય છે, 'સુવિધા અને સુખ’. સુવિધા શરીરની આવશ્યકતા છે અને સુખ મનની આવશ્યકતા છે. શરીર અને મન બેઉ પોતાપોતાનું કામ કરે છે. જીવન વિદ્યા આ જ વાત સમજાવે છે. ’ ગેઝેટ્સ અને ટેકનોલોજી હોય તો જ ખુશ રહી શકાય એવું નથી.

ઇચ્છાઓ બદલાઇ ગઇ

ચાર દિવસ માટે જીવન વિશેના મારા વિચારો બદલાયા. બીજાને સુખી કરવાથી આપણે પણ સુખી થઇએ છીએ. શરીર અને મન બેઉ પોતપોતાની રીતે કામ કરે છે. - અમૃત નાહર, સ્ટુડન્ટ

સ્માર્ટ ફોન લેવાનો વિચાર માંડી વાળ્યો

મારી પાસે સિમ્પલ ફોન હતો અને મને સ્માર્ટ ફોન જોઇતો હતો પણ હવે મારી એ ઇચ્છા ગાયબ થઇ ગઇ. મને લાગ્યુ કે સ્માર્ટ ફોનના આવી જવાથી પણ મારી સુખ-સુવિધાની ઇચ્છાઓ પુર્ણ તો થવાની જ નથી. આના કરતા મનનુ સુખ જ મેળવવુ જોઇએ. - નિશીત પટેલ, સ્ટુડન્ટ