• Gujarati News
  • Voting Will Close Factories In The Textile Market And The Diamond

મહત્તમ મતદાન માટે કાપડ માર્કેટો અને હીરા કારખાના બંધ રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સૌથી મોટા એવા કાપડ અને હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોથી માંડીને તમામ વેપારીઓ સહિ‌તના લોકો મતાધિકારથી વંચિત ન રહે તે માટે એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. રિંગરોડની તમામ ટેક્સટાઇલ માર્કેટો ઉપરાંત શહેરના તમામ હીરાના કારખાનાઓમાં રજા રહેશે એવુ બન્ને ઉદ્યોગના સંગઠન દ્વારા જણાવાયુ છે.

ફોસ્ટાના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે,વર્ષ ૨૦૧૪ની સંસદીય ચૂંટણીમાં કાપડ ઉદ્યોગના કારીગરોથી માંડીને વેપારીઓ અને અન્ય ઓફિસ સ્ટાફ મતદાન કરી શકે તે માટે રિંગરોડ વિસ્તારની ૧પ૦થી વધારે ટેક્સટાઇલ માર્કેટોમાં સંપુર્ણ રજા જાહેર કરવામાં આવી છે. તમામ માર્કેટોના સ્થાનિક સંગઠનો દ્વારા વેપારીઓને દુકાનો નહીં ખોલવા માટે જાણ કરવામાં આવી છે. તમામ ટેક્સટાઇલ માર્કેટોના રાબેતા મુજબના કામકાજો બંધ રહેશે.

સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ દિનેશ નાવડિયાના જણાવ્યા પ્રમાણે શહેરના અંદાજે સાડા ત્રણ હજારથી વધારે હીરાના કારખાના તેમજ હીરા બજારની ઓફિસોમાં પણ રજા રાખવામાં આવશે. હીરા ઉદ્યોગના તમામ કારીગરો અને કારખાના માલિકો સહિ‌તના સ્ટાફને મતદાન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

શહેરની તમામ બેન્કોમાં રજા રહેશે
શહેરની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી મળીને કુલ ૯૦ બેન્ક અને તેની પ૦૦ જેટલી શાખાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. જો કે, શહેરના તમામ એટીએમ રાબેતા મુજબ ચાલુ રહેશે.

બે દિવસ ટુ વ્હીલરની સર્વિ‌સ ફ્રીમાં
વરાછા વિસ્તારમાં આવેલા એક ગેરેજના માલિકે મતદાન જાગૃતિ માટે બે દિવસ ટુ વ્હીલર ફ્રીમાં કરી આપવાની જાહેરાત કરી છે. પી.પી. સવાણી હાર્ટ હોસ્પિટલની બાજુમાં આવેલા ચામુંડા ગેરેજના માલિક નરેન્દ્ર ભાઈએ મતદાની સાબિતી આપનારને ટુ વ્હીલરની સર્વિ‌સ ફ્રીમાં કરી આપવાની જાહેરાત કરી છે.