મતદારયાદી સુધારણા કેન્દ્ર આજથી શરૂ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોએ હવે મતદાર કાર્ડની સુધારણા માટે ધરમધક્કા નહીં ખાવા પડે જિલ્લા તથા શહેરમાં આવેલી કુલ ૧૬ જેટલી વિધાનસભા વિસ્તારોની મતદાર યાદીની સુધારણા માટે ક્ેન્દ્રો શરૂ કરી દેવાયા છે, જેમાં કોઇપણ સ્થળની મતદારની યાદીને લગતી તમામ પ્રકારની કામગીરી અઠવાલાઇન્સ નાગરિક સુવિધા કેન્દ્રમાં મંગળવારથી શરૂ કરવામાં આવશે. હવેથી વિધાનસભા ચૂંટણી સુધી મતદારોએ અલગ અલગ અધિકારીઓ પાસે ધરમધક્કા ખાવા નહીં પડે. તેઓ અઠવાલાઇન્સ નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવીને તેમના મતકાર્ડને લગતી કોઇપણ સમસ્યાનું નિરાકરણ કરી શકશે. મતદાર યાદીમાં સુધારણા કરાવવા માટે શહેર અને જિલ્લાના નાગરિકો આ કેન્દ્રનો લાભ લઈ શકશે. શું છે નવું જનસેવા કેન્દ્રમાં આ જનસેવા કેન્દ્રની વિશેષતા એ હશે કે મતદાતાઓ તેમના નામ, સરનામા, નામ કમી કે અન્ય કોઇપણ કામગીરી માટે હવે ગમે તે દિવસે અઠવાલાઇન્સ નાગરિક સુવિદ્યા કેન્દ્રમાં આવી શકશે. તેમણે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. વ્યાપક ફરિયાદો બાદ શરૂ કરાયું જનસેવા કેન્દ્ર વિધાનસભાના વિસ્તારોમાં અલાયદા ડેપ્યુટી કલેક્ટરોને ફરજ સોંપાઇ હતી. હવે કયો અધિકારી ક્યાં ફરજ બજાવે છે તે માટે લોકોએ ભારે પૃચ્છા કરી હતી. જિલ્લાના અને શહેરના પ્રાંત અધિકારીઓએ આ બાબત કલેક્ટરના ધ્યાનમાં લાવતા શહેર અને જિલ્લાનું સંકલન કરતું કેન્દ્ર શરૂ કર્યુ છે.