બમરોલીમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં વોર્પિગનું કારખાનું ખાખ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આગ લાગતાં સ્ટીમ ડ્રમ અને એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો

બમરોલી રોડની સાઈ આર્શીવાદ ઈન્ડસ્ટ્રીઝમાં બોબીન ભરવાના એક કારખાનામાં મંગળવારે ર્શોટસકીર્ટ થઈ આગ લાગતાં જોતજોતામાં આખું કારખાનું ખાખ થઈ ગયું હતું. આગમાં સ્ટીમડ્રમ અને એલપીજીના બે સિલિન્ડરો ફાટી ગયા હતા. જોકે, સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. ઘટના સ્થળનું સરનામુ ખોટું લખાવ્યું હોઈ ફાયરફાયટરોને પહોંચવામાં મોડુ થયું હતું. બીજીબાજુ કોઈએ મેઈન સ્વિચ બંધ કરવાની તસ્દી ન લેતા આગ વકરી ગઈ હતી.

આ દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડના સબઓફિસર રાજુભાઈ ગાયકવાડના જણાવ્યા મુજબ, બમરોલી રોડ દંતોરા જકાતનાકા પાસે આવેલી સાઈ આર્શીવાદ ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્લોટ નંબર ૨૭,૨૮ ખાતે અંબાલાલ ભગવાનદાસ પટેલની માલિકીનું વોિપ્ર્‍ાંગનું કારખાનું આવ્યું છે.

મંગળવારે સવારના ૯ વાગ્યાના સુમારે આ કારખાનામાં પહેલા માળે ર્શોટસકીર્ટ થતાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ તમામ કામદારો તરત જ નીચે ઉતરી ગયા હતા. આગ વકરી જતા નાના-મોટા રિલ, સ્ટીમ ડ્રમમાં પણ આગ ભભૂકી ઊઠી હતી અને ચાલુ ડ્રમ અને બે સિલિન્ડરો ગરમ થઈ જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટમાં કારખાનાની ઘણીખરી મશીનરીને મોટું નુકસાન થયું હતું. બાદમાં આ દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, વડોદ ગામનું એડ્રેસ લખાવતાં ફાયરફાયટર સમયસર પહોંચી શક્યું ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે જો ર્શોટ સકીર્ટ થતા મેઈન સ્વિચ બંધ કરી દેવાઈ હોત તો નુકસાની ઘટી શકી હોત, પરંતુ ડરના માર્યા તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા.