VIP ટ્રેનોના ૩૦૦ કોચમાં બાયોટોઇલેટ લગાવાયા, ટ્રેક પર થતી ગંદકી રોકવા પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - હાલમાં ૩૦૦ કોચમાં આ રીતે બંધ ચેમ્બર ફિટ કરવામાં આવી છે )

VIP ટ્રેનોના ૩૦૦ કોચમાં બાયોટોઇલેટ લગાવાયા, ટ્રેક પર થતી ગંદકી રોકવા પ્રયાસ
આગામી દિવસોમાં અન્ય ટ્રેનોના કોચમાં પણ કામગીરી કરાશે


સુરત: રેલવે તંત્રએ ટ્રેક પર થતી ગંદકીને દૂર કરવા માટે ટ્રેનના કોચમાં બાયોટોઇલેટ લગાડવાની શરૂઆત કરી છે. તેમાં પ‌શ્ચિ‌મ રેલવેની વીઆઇપી ટ્રેનોમાં બાયોટોઇલેટ લગાડી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ટ્રેનોમાં આગામી સમયમાં બાયોટોઇલેટ લગાડવાની કામગીરી કરવામાં આવનાર છે.આ બદલાવ કરવા પાછળનો મુખ્ય હેતુ ટ્રેક પર પડતી ગંદકી દૂર કરવામાં સફળતા મેળવવાનો છે. હાલમાં પ‌શ્ચિ‌મ રેલવેએ વીઆઇપી ટ્રેનો જેવી કે રાજધાની, અગસ્ત ક્રાંતિ, શતાબ્દી તથા ગરીબ રથના ૩૦૦ જેટલા કોચમાં બાયોટોઇલેટ લગાડી દીધા છે. તેમજ આગામી દિવસોમાં અન્ય ટ્રેનના કોચમાં બાયોટોઇલેટ લગાડવાની કામગીરી શરૂ કરાશે. તેમજ જે કોચ રીપેર માટે મોકલવામાં આવે છે તથા નવા કોચ બની રહ્યા છે તેમાં બાયોટોઇલેટ લગાડી દેવામાં આવનાર છે.

બાયોટોઇલેટ શું છે?
કોચના ટોઇલેટના નીચેના ભાગે એક કન્ટેઇનર જેવું લગાડી દેવામાં આવશે. આ કન્ટેઇનરમાં એનોરોબિક નામના બેક્ટેરિયાનો જથ્થો પહેલેથી જ રાખવામાં આવ્યો હોય છે. જેથી ટોઇલેટમાંથી આવતી ગંદકીને આ બેક્ટેરિયા દ્વારા પાણીમાં ફેરવી દેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા થતાં એક કલાક જેટલો સમય થતો હોય છે. જેથી એક કલાક બાદ બાયોટોઇલેટમાં એકઠી થયેલી ગંદકી પાણીમાં ફેરવાઇ જતાં ટ્રેન ઊભી રહે ત્યારે તેને ફલશ કરીને કાઢી નાંખવામાં આવે છે જેથી ખાસ કરીને રેલવે સ્ટેશનો ખાતે ટ્રેક પર ગંદકી પડતી નથી અને ટ્રેક સ્વચ્છ રહેશે.

હવે બાકીની ટ્રેનોમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરાશે
પ‌શ્ચિ‌મ રેલવેમાં ૩૦૦ જેટલા કોચમાં બાયોટોઇલેટ લગાડી દેવામાં આવ્યા છે તેમજ અન્ય ટ્રેનોમાં બાયોટોઇલેટ લગાડવાના બાકી છે. છતાં હાલમાં તમામ ટ્રેનોના કોચમાં બાયોટોઇલેટ લગાડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જે ઝડપથી પૂરી થઈ કરી દેવાશે. જેથી તમામ કોચમાં બાયોટોઇલેટ લાગી ગયા બાદ ટ્રેકની વચ્ચે થતી ગંદકીની સમસ્યામાંથી મુસાફરોને છૂટકારો મળશે. સુનીલ સિંગ, પીઆરઓ, પ‌શ્ચિ‌મ રેલવે