શુક્રનું પારગમન જોવા જામ્યો મેળો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદમાં પૃથ્વી ટેલિસ્કોપથી જોવા માટે સુરત, નવસારી અને તાપી જિલ્લાના રહીશોએ અલભ્ય ર્દશ્ય જોઇ આફરીન શુક્રનું પારગમન સવારે ૫:૪૮થી ૧૦:૧૭ મિનિટ સુધી ચાલ્યું વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘટના જોવામાં તકલીફ પડી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી આપણે સૌ વાકેફ છીએ, જ્યારે બુધવારના રોજ શુક્રના પારગમનની ઘટના બની હતી, જેને ગ્રહનું પણ સંક્રમણ કહેવાય છે. સૂર્યમાળાના ગ્રહો સૂર્ય અને પુથ્વી વચ્ચે આવે તેને ગ્રહનું સંક્રમણ કહે છે. જે ઘટના અદ્દભૂત અને અલભ્ય ગણાય છે. શુક્રના પારગમનની ઘટના હવે ૨૧૧૭માં જોવા મળશે. આવી અલભ્ય ઘટનાને જોવા માટે કડોદના યોગેશભાઈ ચાવડાએ બનાવેલા પૃથ્વી ટેલિસ્કોપથી મોટી શુક્ર ગ્રહના દર્શન કર્યા હતાં. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને શુક્રના પરાગમનની ઝલક જોવા મળી હતી. તા.૬ જુન બુધવારના રોજ શુક્રનું પારગમનનો દુર્લભ નજારો જોવા માટે ખગોળપ્રેમીઓ મોટી સંખ્યામાં કડોદ આવ્યા હતાં. કડોદના એમેચ્યોર એસ્ટ્રોનોમર યોગેશભાઈ ચાવડાએ બનાવેલ ટેલિસ્કોપમાં વિશિષ્ટ ફલ્ટિરો લગાવી અદ્દભૂત નજારો જોવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બુધવારના રોજ થયેલી ઘટનાને જોવા માટે સુરત, નવસારી, કામરેજ અને તાપી જિલ્લાની આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. શુક્રના પારગમનની શરૂઆત આમતો ૩:૩૯ કલાકથી શરૂ થઈ હતી, પરંતુ સુરત જિલ્લામાં શુક્રને જોવાનો સમય ૫:૪૮થી શરૂ થયો હતો, જે સવારે ૧૦:૧૭ કલાકે પૂર્ણ થયું હતું. જિલ્લામાં બુધવારે સવારે વાદળછાયા વાતાવરણ રહ્યું હતું. જેના કારણે આ ઘટના નિહાળવામાં થોડી તકલીફ પડી હતી, પરંતુ થોડા થોડા થોડા સમયે વાદળ સૂર્ય આગળથી ખસી જતાં નજારો જોવાનો લાહવો મળ્યો હતો. આ નજારો જોઇ લોકો આફરીન પોકારી ઉઠ્યાં હતા. આ ઘટના જોવી એ જ આપણું નસીબ એમેચ્યોર એસ્ટ્રોનોમર યોગેશભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર બુધવારે થયેલા પારગમનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતાં. આવી ઘટના ૧૬૩૧, ૧૬૩૯, ૧૭૬૧, ૧૭૬૯, ૧૮૭૪, ૧૮૮૨, ૨૦૦૪ અને ૨૦૧૨માં બની હતી. હવે ૨૧૧૭ અને ૨૧૨૫માં ફરી ઘટના બનશે. આવી દુર્લભ ઘટના જોવી એ આપણું નસીબ માની શકાય. આ ઘટના અતિ દુર્લભ ૬ જુનના રોજ થયેલા શુક્રના પારગમ બાદ કચ્છ સ્થિત એમેચ્યોર એસ્ટ્રોનોમર ક્લબના પ્રમુખ અને ગાંધીનગર સાયન્સ સિટીના તજજ્ઞ નરેન્દ્રભાઈ હીરજીભાઈ ગૌર સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે બુધવારે થયેલો નજારો અદ્દભૂત અને દુર્લભ હતો. આ નજારો હવે ૨૧૧૭માં જોવા મળશે. ટેલિસ્કોપની ૧૬૦૯માં શોધ થયા બાદ માત્ર સાત વખત જ આવી ઘટના બની છે અને આજરોજ આઠમી વખત આ ઘટના બની છે, જે દુર્લભ ગણી શકાય. શુક્ર ગ્રહ વિશે જાણવા જેવું શુક્રના ગ્રહના વાતાવરણાં સલ્ફરિક એસિડના વાદળો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે, આથી તેનું બાહ્ય સપાટીનું ઉષ્ણતામાન ૪૮૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું રહે છે. આ ઉષ્ણતામાનના કારણે શુક્ર ગ્રહ વધુ પ્રકાશિત રહે છે. શુક્ર તેની ધરી ઉપર પૃથ્વીના ૨૪૩ દિવસ જેટલો સમય લે છે. પૃથ્વી કરતાં ઉલટી રીતે તેની ધરી ઉપર ફરે છે. શુક્રનું એક વર્ષ પથ્વીના ૨૨૪.૭ દિવસનું હોય છે. શુક્ર અને સૂર્ય વચ્ચેનું અંતર ૧૦૯૨૦૦૦૦૦ કિમી છે. મન પ્રફુલ્લિત થયું શુક્રના પારગમનની ઘટના જોવા માટે આવેલ કામરેજના ડૉ.. બળદેવભાઈ ભકતના જણાવ્યા અનુસાર ઘટના જોવા માટે હું સવારથી આવ્યો છું. આ ઘટના જોઈ હું પ્રફુલ્લિત થઈ ગયો છું. આવી ઘટના જોવી એ અદ્દભૂત વાત ગણી શકાય.