આ ભાઈ પાસે છે તદ્દન નોખું કલેક્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડ્વોકેટ અને સિંગર જગદીશભાઈ પાસે અમેરિકા, સિંગાપોર, મલેશિયા અને ફ્રાન્સ સહિત જુદા જુદા દેશોની ૧૧૩થી પણ વધારે હેટ છે, એટલું જ નહિ તેમની પાસે શૂઝની પણ ૪૦૦થી વધારે પેર છે -મુકેશનાં ગીતો ગાતા જગદીશભાઈ પાસે આ સિંગરના ૯૬૦થી પણ વધારે ગીતોનું કલેક્શન છે -જગદીશભાઈ તેમના કલેક્શનમાં રહેલી આ યુનિક વસ્તુઓની ખૂબ જ સારી રીતે કાળજી પણ રાખી રહ્યા છે એડ્વોકેટ અને સિંગર જગદીશ માસ્ટર પાસે સાવ નોખું કલેક્શન છે. તેમની પાસે અમેરિકા, ફ્રાન્સ, લંડન, સિંગાપોર અને મલેશિયા સહિત જુદા જુદા દેશોની ૧૧૩ હેટ્સ છે. એટલું જ નહિ તેમની પાસે ૭૦થી પણ વધારે ચશ્મા, ૭૦થીય વધારે રેશ્મી જરીવાળા દુપટ્ટા અને ૩૦ સૂટ છે. હવે તમને સવાલ એ થાય કે, તેમણે આટલું કલેક્શન રાખવાનું કારણ શું? તો એનો જવાબ એ છે કે, જગદીશભાઈ મેિંચગમાં માને છે. તેઓ મુકેશનાં ગીતો ગાય છે. તેઓ જ્યારે પણ પફોgર્મ કરે ત્યારે એક જ કલરનું પેન્ટ, શૂઝ અને બેલ્ટ પહેરે છે. એના પરમેચિંગબ્લેઝર અનેમેચિંગરેશમી જરીવાળો દુપટ્ટો રાખે છે. તેમની આ સ્ટાઇલને લીધે જ તેમને મેન ઓફ ધમેચિંગકહેવામાં આવે છે. જગદીશભાઈ કહે છે કે, ‘મેં ૧૯૮૦થી કલેક્શન કરવાનું શરૂ કર્યું છે. એક સ્ટેજ પફોgર્મન્સમાં હું ૩૦ હેટ બદલું છું. મુકેશે ૧૦૫૦ સોંગ્સ ગાયાં હતાં. જેમાંથી ૯૬૦ સોંગ્સનું કલેક્શન મારી પાસે છે અને એમાંથી ૬૦૦ સોંગ્સ તો મને યાદ પણ છે.’ તેઓ તેમના કલેક્શનની સારી રીતે કાળજી પણ લઈ રહ્યા છે. તેઓ કહે છે કે, કલેકટ કરવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ડબલ સમય એના મેઇન્ટેનન્સમાં લાગે છે.