તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે યુવકના મોતની તપાસ ઝડપી બનાવવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે યુવકના મોતની તપાસ ઝડપી બનાવવા માગ

યુવકના પરિવારજનો તપાસમાં કોઈ જ પરિણામ ન આપતા પોલીસ ચોકીમાં પહોચી રજૂઆત


બારડોલી તાલુકાના બાબેન ગામના બે યુવાનોના મોત પ્રકરણમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીને તપાસ સોંપવાને ખાસ્સો સમયવીતી જવા છતાં પરિણામ શૂન્ય રહેતા ગ્રામજનોમાં રોષ ઉઠયો હતો. ગુરુવારે બાબેનના સરપંચ મૃતક યુવાનોના પરીવારજનો સાથે એલસીબી ચોકી પર પહોંચી અધિકારીને રજૂઆત કરી તપાસ ઝડપી બનાવવાની માગણી કરી હતી. રજૂઆત આધારે પોલીસ જાગી તાત્કાલિક ત્રણે યુવાનોની પૂછપરછ માટે પોલીસ ચોકી લઈ ગયા હતાં.

આ અંગે મળતી માહિ‌તી અનુસાર બારડોલી તાલુકાના બાબેન ગામના બે આશાસ્પદ યુવાનો વિસાલ રાઠોઠ અને જયેશ રાઠોડના ઈશનપોર ગામની સીમમાં ખાડામાંથી મૃત હાલતમાં લાશ મળી આવી હતી અને મોટરસાઈકલ ઝાડ સાથે અથડાયેલી હાલતમાં હતું. બંનેની લાશ શંકા ઉપજાવે એ હાલતમાં હોવાથી યુવાનોની હત્યા થઈ હોવાનું પરિવારજનો અને ગ્રામજનો પોલીસને જણાવ્યું હતું.

આ બાબતનું કારણ બંને મૃત યુવાનો સાથે ત્રીજો યુવાન રાહુલ રાઠોડ પણ હતો. જે અકોટી ગામે તેને અજાણ્યા ઇસમોએ માર માર્યો હોવાનું અને મૃતક યુવકો પ્રેમીકાને મળવા ગયા હતાં, જેથી પોતે ભાગી આવ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં મૃતક યુવાનના શરીરે થયેલી ઈજાઓ શંકા ઉપજાવી કાઢી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો