તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછા પહોંચેલી નવાપુરની બે બાળા પરિવારને સોંપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પુન: મિલન: રોડ પાસે બેઠેલી બંને બાળકીને પોલીસ મથકે લાવી નવાપુર પોલીસનો સંપર્ક કરાયો

મહારાષ્ટ્રના નવાપુરથી ભૂલમાં વરાછા આવી પહોંચેલી બે બાળાઓને પોલીસે તેમના પરિવારને સોંપી હતી. આ બંને બાળા ગભરાયેલી હાલતમાં વરાછા વિસ્તારમાં મળી આવી ત્યારે તેમને એક યુવાને મદદ કરી વરાછા પોલીસને સોંપી જેના કારણે તેઓ પરિવાર પાસે પરત પહોંચી શકી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, સંજના અજય ચૌધરી અને નંદિની વિનોદભાઈ સોલંકી (રહે. નવાપુર, જિ. નંદરબાર, મહારાષ્ટ્ર) નામની બે બાળા ભૂલમાં ટ્રેનમાં બેસી સુરત આવી ગઈ હતી. તેઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરી વરાછા તરફ રોડ પર ગભરાયેલી હાલતમાં ફરી રહી હતી ત્યારે જ એક યુવાને બંને બાળાને મદદ કરી હતી.

આ બંને બાળાો વિશે વિશે વરાછા પોલીસને જાણ કરાતા પીઆઈ ટી. કે. પટેલે બંનેને તેમના પરિવારજનો પાસે પહોંચાડવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તેઓ માત્ર નવાપુર બોલતી હતી એટલે એટલો ખ્યાલ આવ્યો હતો કે, તેઓ નવાપુર તરફના છે. વરાછા પોલીસે નવાપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો અને આવી કોઈ બે બાળા મિસિંગ છે કે કેમ? તે બાબતે પૂછપરછ કરી હતી. શરૂઆતમાં કોઈ જવાબ ન મળ્યો પણ જ્યારે બીજા દિવસે તેના માતાપિતાએ નવાપુર પોલીસને જાણ કરી ત્યારે ફરીથી વરાછા પોલીસે નવાપુર પોલીસનો સંપર્ક કરી બંને બાળાના પરિવારનો સંપર્ક નંબર મેળવ્યો હતો. આ બંને બાળાઓના પરિવારજનોને વરાછા પોલીસ મથકે બોલાવી બંને બાળાઓને સહીસલામત તેમને સોંપવામાં આવી હતી.