ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત
ચાલકને કટોકટ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાં ગુરુવારે સવારે નિઝરથી વ્યારા તરફ આવતી એક બોલેરો કાર તથા ટ્રક સામસામે ભટકાતા કારમાં સવાર ૮ મુસાફરો પૈકી બે મહિલાના મોત થયા હતાં. જ્યારે પાંચનો ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ બનાવમાં કાર ચાલકને કટોકટ સ્થિતિમાં સુરત ખસેડાયો હતો. એક જ પરિવારના સભ્યો ર્કોટની તારીખ હોવાથી વ્યારા આવી રહ્યાં હતાં. નિઝર તાલુકાના પીપલોદ ગામના રહેવાસી બીજનબહેન ભીમસિંગ વસાવે, બે પુત્ર તથા જમાઈ વગેરે બોલેરો કાર (નં એમએચ-૨૭એસી-૦પ૮૭)માં વ્યારા તરફ આવવા નીકળ્યા હતાં. કાર સાકરદા ગામની સીમમાં હાઈવે પર પસાર થતી હતી ત્યાર સામેથી આવતી ટ્રક નં (એમએચ-૧૮એમ-૨૪૪૬) સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. વ્યારા ર્કોટમાં તારીખ હોય આવતાં હતાં ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાં થયેલા આ અકસ્માતમાં ભોગ બનેલા લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતમાં જીવ ગૂમાવનારી મહિલા અનસુયાબહેન તથા ભીમસિંગભાઈ વસાવા વચ્ચે કોઈક બાબતે તકરાર થતાં પોલીસ કેસ નોંધાયો હતો. ર્કોટ સુધી પહોંચેલા આ કેસની ૧૯મીએ તારીખ હોય ભીમસિંગના બંને દીકરા તથા પરિવારના સદસ્યો અને પત્ની કારમાં સવાર થઈ વ્યારા આવી રહ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં જાનહાનીનો આંક ઉંચો જાત આ બનાવમાં બોલેરો કાર ટ્રકની જમણી સાઈડ હેડલાઈટની નજીક ટકરાઈ બાદમાં રસ્તાની નીચે ઉતરી પડી હતી. આ ટક્કરના પરિણામે બોલેરોમાં સવાર તમામ વ્યક્તિઓના મો તથા માથાના ભાગમાં વાગ્યું હતું. અકસ્માત ગ્રસ્ત બોલેરો જ્યાં અટકી ગઈ હતી એના બાજુના ભાગમાંથી આરસીસી ગટર પસાર થાય છે જો બોલેરો કાર આ ગટરમાં પલટી ગઈ હોત તો આ અકસ્માતમાં જાનહાનીનો આંક ઉંચો જવાની સંભાવના હતી.