જમવાનું બનાવતા દાઝી જવાના બનાવમાં બેના મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલીની એક મહિલા ઘરે જમવાનું બનાવવા જતા પ્રાઈસમમાં ભડકો થતા આગમાં લપેટાઈ ગઈ હતી તેને બચાવવા જતાં પતિ પણ દાઝ્યો હતો તો બીજા બનાવમાં ચાલુ પ્રાઈમસે કેરોસીનનો ડબ્બો ઢોળાતા ગોપીપુરાની યુવતી દાઝી ગઈ હતી. આ જુદા જુદા બનાવમાં બંને મહિલાના મોત નીપજ્યા હતા. પ્રથમ બનાવમાં અમરોલીના એસએસસી આવાસમાં રહેતી ૩૫ વર્ષીય રૂકશાના મહેમુદ એહેમદ શેખ ૩૧ મેએ પ્રાઈમસ પર જમવાનું બનાવતી હતા ત્યારે અચાનક ભડકો થતા આગની લપેટમા આવી ગઈ હતી. પત્નીને સળગતી જોતા બચાવવા ગયેલો પતિ પણ દાઝી ગયો હતો. બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા દંપતિ પૈકી પત્નીનુ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ગોપીપુરાના મોમનાવાડ રહેતી ૨૭ વર્ષીય નસીમા ઈમ્તિયાઝ બસીર ઉમરિયા ૨૮ મેના રોજ સવારે પોતાના ઘરે રસોઈ બનાવતી વખતે કેરોસીનનો ડબ્બો ઢોળાતા દાઝી ગઈ હતી. તેને મીશન હોસ્પિટલ ખસેડતા છ દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.