ખેતરમાં સંતાડેલા દારૂ સાથે બે પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( કામરેજ પોલીસે દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડેલ કાર તથા બાઇક )
ખેતરમાં સંતાડેલા દારૂ સાથે બે પકડાયા
કામરેજના લાડવી ગામે બાતમીના આધારે પોલીસની રેડ
કારમાં દારૂ ભરતા રંગે હાથે પકડતા કુલ્લે 4,10,640નો મુલામાલ કબજે

કામરેજ: લાડવી ગામની સીમમાં વલથાણ નહેર પાસે બુધવારના રોજ રાત્રીના બાતમીના આધારે પોલીસે ખેતરમાં આવેલા બંગલીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ કાર તથા મોટસાઈકલ પર લેવા માટે આવેલા બે ઈસમ પકડી પાડ્યા હતા. એક ઈસમ ખેતરાડીમાં નાસી છુટયો હતો. પોલીસે કુલ્લે 960 બોટલ કિંમત 80640 સહિત કુલ્લે 4,10,640નો મુદામાલ પકડાયો હતો.કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હે.કો મહેમુદ અબ્દુલ ગુરુવારના રોજ કોમ્બીંગ નાઈટમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના લાડવી ગામની સીમમાં વલથાણ નહેર પાસે આવેલ પૂણા ગામના ખેડૂત હિતેશભાઈ પટેલના ખેતરમાં આવેલ બંગલીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે જથ્થો લેવા માટે ફોર વ્હીલ કાર લઈને લેવા માટે આવશે.

આ બાતમીના આઘારે પી.આઈ એલ.ડી.વાગડીયા તથા સ્ટાફ સાથે રાત્રીના 11.30 કલાકે બાતમી વાળી જગ્યા વોચમાં હતા તે દરમિયાન કાર નંબર (જીજે 14 ઈ 5518)માં બે ઈસમ તથા હીરો સી.બી.ઝેડ નંબર (જીજે-કેએમ-5417) પર એક ઈસમ આવી બંગલીને ચાવીથી ખોલી કારમાં દારૂનો જથ્થો મુકતા હતાં ત્યારે પોલીસે રંગેહાથે મુકેશ જગદીશભાઈ વેકરીયા (રહે-ઘનશ્યામનગર વરાછા રોડ મૂળ રહે-પટેલની વાડી પાસે સાવરકુંડલા જિ-અમરેલી) તથા પવન ઉર્ફે ગોલી દીવાનસીંગ ઠાકુર (રહે-ડીંડોલી બસ સ્ટેન્ડની બાજુમાં મૂળ રહે-કરાઈ તા-જી-ભરતપુર રાજસ્થાન) પકડાઈ ગયા હતા.
મોટરસાઈકલ પર જગ્યા બતાવવા માટે આવેલો ઈસમ પોલીસને જોઈ ખેતરાડીમાં નાસી છુટયો હતો. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ કંપની બોટલ નંગ 960 કિંમત 80640 તથા કારની કિંમત 3,00,000 અને મોટરસાઈકલની કિંમત 30000 મળી કુલ્લે 4,10,640નો મુદામાલ પકડાયો હતો.પકડાયેલા બન્ને ઈસમની પૂછપરછ કરતા દારૂના જથ્થો મંગાવનાર ડીંડોલીનો આશીષને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો હતો.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..