અંત્રોલીમાં બે કાર અથડાતા બેને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંત્રોલીમાં બે કાર અથડાતા બેને ઈજા
અકસ્માત બાદ કડોદરાથી સુરત તરફ જતા વાહનવ્યવહારને અસર
સુરત - ધુલિયા માર્ગ પર સર્જાયેલા અકસ્માતથી ટ્રાફિકજામ
બારડોલી: પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ભૂરી ફળિયા નજીક રોડ ક્રોસ કરતી કારને ર્સ્ક્રોપિયો ગાડીએ ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ર્સ્કોપિયો ગાડી ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક ઉપર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં ર્સ્કોપિયો ચાલક અને કારચાલકને ઈજા પહોંચતા 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતાં.અંત્રોલી ગામે ભૂરી ફળિયા નજીક શનિવારના રોજ બપોરના સમયે સુરતથી ભૂરી ફળિયા તરફ જતી કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કડોદરાથી પૂર ઝડપે આવતાં ર્સ્કોપિયોના ચાલકે આ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ ર્સ્કોપિયો રોડની બાજુ પર ડિવાઈડર કૂદી પહોંચી ગયો હતો.

આ ઘટનામાં ર્સ્કોપિયો ચાલક અને કાર ચાલકને વધતી ઓછી ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સને જાણ કરતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.અકસ્માત બાદ કડોદરાથી સુરત તરફ જતા વાહનવ્યવહારને અસર થઈ હતી. થોડા સમય માટે રોડ ઉપર ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી કારને રોડની વચ્ચેથી દૂર ખસેડી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
ક્રોસિંગ પાસે અકસ્માતો વધુ
કડોદરાથી સુરત જતો અને સુરતથી કડોદરા વચ્ચેનો માર્ગ છ માર્ગીય બન્યો છે. ત્યારબાદ રોડની બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. જેને લઈ વાહનોની સ્પીડ વધી છે. અને જ્યાંજ્યાં ગામોમાં ક્રોસિંગ આવેલા છે ત્યાં અકસ્માતની સંખ્યા વધી રહી છે. જેથી આવી જગ્યા ઉપર દિશા સૂચક બોર્ડો લગાવવામાં આવે તે જરૂરી બન્યું છે.