ટફની પેન્ડીંગ ૨પપ કરોડની સબીસીડીમાં પ્રોસેસીંગના ૧૦૦ કરોડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટફ યોજની જ્યારથી શરૂ થઇ હતી ત્યારથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો તેનો મહત્તમ લાભ મેળવી રહ્યા છે. પણ આ યોજનામાં ધિરાણ લેનારને સમયસર સબસીડી મળતી નથી. શુક્રવારે સુરત આવેલા ટેક્સટાઇલ મંત્રીને ચેમ્બરે કરેલી રજૂઆતમાં કહ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોની ૨પપ કરોડની સબસીડી ઘણા સમયથી પેન્ડીંગ છે.જેમાંથી પ્રોસેસીંગ ઉદ્યોગના ૧૦૦ કરોડ,વીવિંગ ઉદ્યોગના ૩૦ કરોડ, યાર્ન પ્રિપેટરીના ૨પ કરોડ, વોર્પ નિટીંગના ૨પ કરોડ,ટેકનિકલ ટેક્સટાઇલના ૨પ કરોડ અને એમ્બ્પોઇટરી જોબ વર્ક અને ગારમેન્ટીંગના પ૦ કરોડ બાકી છે.