• Gujarati News
  • Truncation Operation Of The Sewer Line Issue, Woman Front On Officials Area

સુરત: મોરચો આવતા અધિકારીઓ ભાગ્યા, મહિલાઓએ ઓફિસનો કબજો જમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કાપોદ્રા સત્યનારાયણ ચાર રસ્તા પાસે આવેલી ત્રણ સોસાયટીમાં જવા માટેના રસ્તો ખોદીને ગટર લાઇન નાંખવાની કામગીરીને કારણે લોકોની અવર જવર માટેનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ થઇ જતા ઉશ્કેરાયેલા લોકોએ વરાછા ઝોન પર મોરચો લઇ જઇ વરાછા ઝોનનો ઘેરો ઘાલ્યો હતો.મોરચો આવતા કેટલાંક અધિકારીઓ ઓફિસ છોડીને બહાર જતા રહ્યા હતા. તેમાં સ્થાનિક લોકોએ તો પાલિકાના વરાછા ઝોનમાં આવેલી કેટલીક ઓફિસોમાં તો રીતસર કબ્જો જમાવી દીધો હતો. કારણ કે વરાછા ઝોનમાં મોરચો આવ્યાની જાણ થતા જ વરાછા ઝોનમાં દોડાદોડી મચી જવા પાંમી હતી. કાપોદ્રા સત્યનારાયણ ચાર રસ્તા પાસે આવેલી હસ્તિનાપુર સોસાયટી, સત્યનારાયણ સોસાયટી અને સહયોગ વિભાગ 1 અને 2માં 1 હજારથી વધુ પરિવારના લોકો રહે છે.
Paragraph Filter

- મોરચો આવતા અધિકારીઓ ભાગ્યા, મહિલાઓએ ઓફિસનો કબજો જમાવ્યો
- અગાઉ જાણ વિના ડ્રેનેજની કામગીરી માટે રસ્તો બંધ થતા લોકો ઉશ્કેરાયા

આ લોકોને સોસાયટીમાં અવર જવર કરવા માટે એક જ રસ્તો છે અને તેને પણ સોમવારે રાત્રે 3 કલાકે ગટર લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. કારણ કે સોસાયટીમાંથી બહાર નીકળવા માટેના રસ્તાને જ પાંચ ફુટ કરતા વધુ ખોદી નાંખતા વાહન સોસાયટીમાંથી બહાર પણ કાઢી શકાય તેમ નહોતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ આજે વરાછા ઝોન પર મોરચો લઇ જઇ ઉગ્ર રજુઆત કરી હતી.

કોર્પોરેટર નહીં આવતા લોકો ઉશ્કેરાયા, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...