બાજીપુરામાં ઉવા ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી ન મળતાં હાલાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને ખેતરમાં શેરડી, ડાંગર અને શાકભાજીના પાકો નિષ્ફળ જવાની ભીતિ
વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે પસાર થતી ઉવા ડિસ્ટ્રીબ્યુટરી નહેરમાં કેટલાક સમયથી નહેર વિભાગની અડોડાઈના કારણે પાણી ન છોડતા બાજીપુરા પંથકની ૩૦૦થી વધુ વીઘા શેરડીનો પાક નષ્ટ થવાની આરે છે. જેને પગલે ખેડૂતો ભારે કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. આ અંગે વાલોડ નહેર વિભાગને બાજીપુરાના ખેડૂતો દ્વારા રજૂઆતો કરતાં વાયદાના વેપાર ચલાવી ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવામાં રસ ન હોવાનું જાણવા મળ્યું છે. નાછૂટકે ખેડૂતોએ પાણી બાબતે ગાંધી ચિધ્યા માર્ગ અપનાવી તજવીજા હાથ ધરી હતી.
વાલોડ તાલુકાના બાજીપુરા ગામે ખેડૂતો માટે જીવોદારી સમાન ઉવા ડિસ્ટ્રીબ્યુટરી નહેર પસાર થાય છે જેના કારણે ખેતીનો પાક લેવાય છે. હાલ ભર ઉનાળાના માહોલ હોય ખેડૂતના ખેતરો શેરડી, સાકભાજીની અને ડાંગરના પાકો અંતિમ તબક્કામાં તૈયાર થઈ ગયા છે. જેથી પાણી ખૂબ જરૂરિયાત છે. આ સંજોગોમાં બાજીપુરા ખાતેથી પસાર થતી ઉવા ડિસ્ટ્રીબ્યુટરી નહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ન આવતાં આ પાણી પર નભતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બાજીપુરા ખાતે નહેર જીવાદોરી સમાન હોય જેના પગલે તેમાં સમયસર પાણી ન આવતાં ખેડૂતો દ્વારા પાકો તૈયાર કરવા પાછળ ખર્ચેલા ખેડ, મજૂરી બિયાર, દવાના પૈસાઓ માથે પડવાની શક્યતા છે, તેની સાથે તેઓએ આર્થિ‌ક કોટ સહન કરવાની ભીતિ ખેડૂતોને દેવાના ડુંગર તળે દાઈ જવાની શક્યતા ઊભી થઈ છે.
અવારનવાર ખેડૂતો દ્વારા વારંવાર વાલોડ તથા સંબંધિતને રજૂઆતો કરવા છતાંકોઈ નિરાકરણ ન આવતાં ખેડૂતો ત્રાસી ગયાછે. આવનારા સમયમાં ખેડૂતો સમયસર પાણી ન મળે તો ગાંધી ચિધ્યા માર્ગે જવાની ચીમકી આપી છે.
લીલીછમ શેરડી સૂકાવાની ભીતિ
સમયસર પાણીના અભાવે લીલીછમ શેરડી સૂકાઈ જતાં પાક નિષ્ફળ જવાની ભીતિના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સમયસર પાણી આપે એ જરૂરી છે. સમીર ભક્ત, ખેડૂત, બાજીપુરા
બાજીપુરા વિસ્તારને પાણી અપાશે
નહેર અવાર નવાર રોટેશન મુજબ છોડાઈ છે. હાલ વેડછી નહેરમાં પાણી છોડવાનું કાર્યરત છે. જે બાદ બાજીપુરા પંથક તાકીદે પાણી છોડવામાં આવશે. વી.સી. પટેલ, સિંચાઈ અધિકારી, વાલોડ