રેલવેને સમાંતર રોડ માટે ટીપી બદલાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લંબેહનુમાન ગરનાળાથી સહરા દરવાજા ગરનાળા સુધી ફેરફાર કરી - લંબેહનુમાન ગરનાળાથી બોમ્બે માર્કેટ સુધી રેલવેટ્રેકને સમાંતર ૨૪.૩૮ મીટર પહોળો રસ્તો બનાવવા માટે ટીપી સ્કીમ નં-૮માં ફેરફારો(વેરિડ) કરવાની દરખાસ્તને સ્થાયીમાં બહાલી રેલવે સ્ટેશનની પૂર્વ તરફ લંબે હનુમાન રોડના ગરનાળાથી વરાછા-સૂર્યપુર ગરનાળાને જોડતો રસ્તો બનાવવાનું પ્લાનિંગ થયું છે. આ રોડ માટે ઉમરવાડાની ટીપી સ્કીમ નં-૮માં ફેરફારો કરવાનો ઠરાવ કરાયો હતો. ત્રણ મહિ‌ના અગાઉ ટીપી કમિટીએ કરેલાં ચાર સુધારાઓ ઉપરાંત સ્થાયી સમિતિએ બુધવારે વધુ સુધારા કરવાના ઠરાવ કર્યા હતાં. સમિતિમાં કરાયેલા નિર્ણયોને પગલે બીઆરટીએસના રૂટને પણ લિંક રોડ મળશે, તદુપરાંત ચિડિયાકુઈ પાસે લિનિયર બસ સ્ટેન્ડથી બોમ્બે માર્કેટને જોડતા રેલવે ઓવરબ્રિજના એપ્રોચને પણ જોડતા રસ્તા તૈયાર થશે, તેવો શાસકોએ દાવો કર્યો હતો. પાલિકાએ લંબે હનુમાન ગરનાળાથી રેલવેને સમાંતર રોડ બનાવવા માટે એસટી ડેપોની જમીન મેળવવા માટે કરાર કર્યા છે. આ રોડ બનાવવા માટે એસટી ડેપોની ચાર હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ઉપરાંત ત્યાંની ટીપી સ્કીમમાં કેટલાંક ફેરફાર કરવા જરૂરી છે. એટલે, તે માટે ગત ફેબ્રુઆરી મહિ‌નામાં ટીપી કમિટીએ ટીપી સ્કીમમાં વેરિડ કરવાની દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારી હતી. ટીપી કમિટીના ઠરાવોને બુધવારે સ્થાયી સમિતિમાં બહાલી માટે પેશ કરાયા હતાં. તેને સ્થાયી સમિતિએ મંજૂરી તો આપી હતી. જોકે, તેમાં વધુ ચારેક સુધારા કરાયા હતાં. તેવું સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલનું કહેવું હતું. સ્મીમેર પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવાશે : બુધવારે સ્થાયી સમિતિએ ઉમરવાડાની ટીપી સ્કીમ નં-૮માં જે સુધારા કર્યા હતાં. તેમાં સ્મીમેરની પાસે પાલિકાની રિઝવ્ર્ડ જમીન સાથેની જમીન મેળવીને ત્યાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા માટેનું વિચાર્યું છે. તેવું સ્થાયી અધ્યક્ષનું કહેવું હતું. સ્થાયી સમિતિએ સુચવેલા સુધારા : - પાલિકાની રિઝર્વ્ડ જમીનની બાજુમાં ફાયનલ પ્લોટ નં-૨ અને ૩ની જગ્યા સંપાદન કરીને મેળવાશે - ફાયનલ પ્લોટ નં-૨૮, ૩૧ અને ૩૨વચ્ચેના રોડને હાઉસિંગ ર્બોડની દિવાલ સુધી ૬૦ ફૂટનો બનાવવા જમીન કપાત કરાશે - સ્મીમેર હોસ્પિટલ અને રેલવે ટ્રેક વચ્ચે મળતી તમામ ખુલ્લી જગ્યાને રસ્તા તરીકે જાહેર કરવી - ફાયનલ પ્લોટ નં-૪૧-૪૨ અદલા-બદલી થયા છે, તે પ્રમાણે ફાયનલ પ્લોટ ઉપરના દબાણો દૂર કરીને જમીનનો કબજો મેળવાય લોકોને માટે આ સુવિધાનો દાવો : - દિલ્હીગેટ અને સ્ટેશન વિસ્તારના ટ્રાફિકમાં અટવાયા વગર રિંગરોડ ઉપર લિનિયર બસ સ્ટેન્ડ પાસેના સૂચિત રેલવે ઓવર બ્રિજ દ્વારા રેલવે સ્ટેશન ઉપર આવી શકાશે. - ટ્રાફિકથી કંટાળેલા વરાછા વિસ્તારના લોકોને રિંગરોડ સાથે લિંકરોડ મળી શકશે. - સહરા દરવાજા પાસેથી પણ સીધા સ્ટેશન પહોંચી શકાશે. - વરાછા ગરનાળાથી સહરા દરવાજા સુધી રેલવે લાઇનની સમાંતર પહોંચી શકાશે.