આવતીકાલે સુરતમાં શ્રીજીની દબદબાભેર કરવામાં આવશે વિદાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવતીકાલે સુરતમાં શ્રીજીની દબદબાભેર કરવામાં આવશે વિદાય વિસર્જન; ૩૦ હજાર ગણેશજીની મૂર્તિ‌ના વિસર્જન માટે ૨૨ ઓવારા પર વ્યવસ્થા ઊભી કરાઈ, તાપીમાં ૭૦ હજાર ક્યુસેક પાણી છોડાશે શહેરમાં શનિવારે ગણેશવિસર્જન માટે તાપીના ઓવારાઓ પર તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. સાર્વજનિક ગણેશ મંડળોના તથા અન્ય ગણેશની મૂર્તિ‌ સાથે ૩૦ હજાર જેટલા ગણેશજીની મૂર્તિ‌ઓનું ૨૯ સપ્ટેમ્બર ને શનિવારે ૨૨ ઓવારા પર વિસર્જન કરવામાં આવશે. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે શહેરના કેટલાક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. આ અંગે ગુરુવારે તેમણે એક જાહેરનામું બહાર પાડયું હતું. શનિવારે સવારે ૮ વાગ્યાથી ગણેશ વિસર્જન પુરુ થાય ત્યાં સુધી ટ્રાફિકની વ્યવસ્થા સરળ રહે તે માટે આ જાહેરનામું અમલમાં રહેશે. ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઇ બિસ્કિટવાળાના જણાવ્યા પ્રમાણે જે-તે વિસ્તારના ગણેશજીની મૂર્તિ‌ને નજીકના ઓવારા પર વિસર્જનની વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાર્વજનિક મંડળોએ શ્રદ્ધાપૂર્વક કરી છે. વિસર્જન માટે સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરીને ગત વર્ષની જેમ ૭૦,૦૦૦ ક્યુસેક પાણી ઉકાઇ ડેમમાંથી તાપીમાં છોડવા માટે વ્યવસ્થા કરાવવામાં આવી છે. રાજમાર્ગ, ચોકબજાર, ભાગલ, નવસારી બજાર -દિલ્હીગેટ સિનેમા રોડ થઈ ચોકબજાર તરફ જતો ટ્રાફિક દિલ્હીગેટ પોલીસ ચોકી પાસે -ચોક ચાર રસ્તાથી દિલ્હીગેટનો રાજમાર્ગ તથા સાઈડની ગલીઓ -હોપ પુલ તેમજ ગાંધીજીની પ્રતિમા, ચોક બજાર ચાર રસ્તા તરફ જતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ -સાગર હોટલથી ગાંધીજીની પ્રતિમા તરફ આવતો રસ્તો જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી બંધ રહેશે. -ચોક સર્કલથી મહાનગર પાલિકાની કચેરી તરફ જતો રસ્તો -રુખમાબાઈ હોસ્પિટલથી નાણાવટ તરફ જતો રસ્તો (પ્રતાપ પ્રેસ)ની ગલી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. -મોહન મીઠાઈની ગલી લીમડા શેરી આગળ આવેલી બન્ને ગલીઓ લાલગેટ સામે મુસા ચશ્મા ઘરની ગલી, લાબેલા સ્ર્ટોસ સામે ચૌટાબજારમાં જવાનો રસ્તો, રુખમાબાઈ હોસ્પિટલ સામેની ગલી, પાણીની ભીત સલીમભાઈ સોપારીવાલાના ઘર ----તરફ જતી ગલી, સિલ્ક હાઉસની ગલી તથા સરદાર મ્યૂઝિયમ તરફ જવાનો રસ્તો વાહન વ્યવહાર -જૂની લાલગેટથી સોદાગરવાડ તથા નાણાવટ તરફ જવાનો રસ્તો -મક્કાઈપુલ સર્કલથી ડચ ગાર્ડન થઈ અઠવા ગેટ તરફ જતો રસ્તો, મક્કાઈપુલ પરથી રાંદેર તરફનો રસ્તો -નવસારી બજાર ચાર રસ્તાથી ડીકેએમ સર્કલથી કોટસફીલ રોડ ભાગળ સુધીનો રસ્તો બંધ રહેશે. -નવાપુરા કરવા રોડથી એર ઇન્ડિયા તરફનો રસ્તો ચાર રસ્તાથી બંધ કરવામાં આવશે. -સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનથી હરિજનવાસ, રાણીતળાવ બસ સ્ટેન્ડ, ભાજીવાળી પોળ, ભાગળ તરફના રસ્તે -કાસકીવાડ બસ સ્ટેન્ડથી કળજુગ મહોલ્લા થઈ ભવાની મંદિર તરફ જતો રસ્તો -રૂવાળા ટેકરાથી શાકભાજી માર્કેટ તરફનો રસ્તો -ભવાની મંદિરથી ગલેમંડી તરફ જતો રસ્તો -ગોળવાળા ચકલાના પ‌શ્ચિ‌મ તરફનો રસ્તો -રૂવાળા ટેકરાથી ભાગળ આવતો રસ્તો -ડી.કે.એમ. સર્કલથી મુલ્લાજી દેવડી તરફ -હોટલ સમ્રાટની બાજુમાં ડાંગી શેરી તરફ જતો રસ્તો ટ્રાફિક અને ગણપતિજી માટે બંધ રહેશે. -જૂની ગલેમંડી પોલીસ ચોકીથી પાણીની ટાંકી તરફ આવતો રસ્તો દારૂખાના રોડ જૂની ગલેમંડી ગેટ -મક્કાઈ પુલ પરથી ગાંધી પ્રતિમા ચોક બજાર થઈ એસએમસી તરફ જઈ શકાશે નહીં.(ગણપતિ સિવાય) અઠવા લાઇન્સ -અઠવા તરફથી ડુમસ તરફ જતો રસ્તો પોલીસ હેડ ક્વાર્ટર ટી પોઇન્ટથી આગળ જવા માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તા પરથી વિસર્જન યાત્રા પસાર થઈ શકશે. -વી.ટી. ચોકક્સી લો કોલેજ તરફથી આવતાં વાહનો સિટી બેંક પાસે થઈ પાર્લે પોઇન્ટ તરફ જઈ શકશે નહીં. -અંબાજી મંદિર તરફથી આવતો ટ્રાફિક ડુમસ તરફ જઈ શકશે નહીં પરંતુ ગણપતિ વિસર્જનનાં વાહનો જઈ શકશે. -જમનાનગર પોલીસ ચોકીથી અણુદ્વાર તરફથી સિટી લાઇટ રોડ પરથી ગણપતિજીની મૂર્તિ‌ સાથેનાં વાહનો પસાર થઈ શકશે નહીં. -અઠવાગેટથી બહુમાળી નાવડી તરફ વાહન વ્યવહાર બંધ. ઉધના -ઉધના રોડ તરફથી તથા સ્ટેશન તરફથી આવતાં વાહનો ઉધના નવા ફ્લાય ઓવર બ્રિજ તેમજઉધના દરવાજા સર્કલથી અઠવાગેટ સર્કલ તરફ -ઉધના-પાંડેસરા તરફથી આવતાં તમામ ગણપતિજીની વિસર્જન યાત્રાનાં તમામ વાહનો સીએનજી સર્કલથી ઉધના મગદલ્લા રોડ પર જઈ શકશે. -શહેરમાંથી ઉધના રોડ થઈને તેમજ એસ.કે.નગર, સચિન જીઆઇડીસીથી આવતાં વાહનો નવસારી રોડ ઉપર જતો ટ્રાફિક સચિન પોલીસ સ્ટેશન તેમજ સચિન ગામ તરફ જઈ શકશે નહીં. -સચિન-મગદલ્લા તરફ જનાર વાહનો ઓએનજીસી ચાર રસ્તાથી એસકે નગર થઈ મગદલ્લા રોડ પર જશે. આ રસ્તા વાહન વ્યવહાર માટે ચાલુ -દિલ્હીગેટ સિનેમા રોડ પર પ્રતિબંધ હોવાના કારણે આ રસ્તા પરથી પસાર થતાં તમામ વાહનો દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેન્ડ, ફાલસાવાડી સર્કલ થઈ રિંગ રોડ પરથી પસાર થઈ શકશે. -નાણાવટ કબૂતરખાનાથી ચૌટાબજાર બ્રિજની નીચેથી થઈ ગોપીપુરા હનુમાન ચાર રસ્તા નવસારી બજારથી કૈલાસનગર થઈ રિંગ રોડ પર જઈ શકાશે. -મક્કાઇપુલથી રુદરપુરા, કાદરશાની નાળ, કૈલાસનગર, વિજય વલ્લભ ચોક, મજૂરાગેટ થઈ રિંગ રોડ સુધી જઈ શકશે. -અઠવા તરફથી પોલીસ હેડ ક્વાર્ટર ટી પોઈન્ટથી ડાબી બાજુ ટર્ન લઈ ઉમરા પોલીસ સ્ટેશન, યુનિયન પાર્ક, ખેતીવાડી ફાર્મ તરફ જઈ શકાશે. -વી.ટી. ચોક્સી લો કોલેજ તરફથી આવતાં વાહનો સિટી બેંક પાસેના ત્રણ રસ્તા થઈ વૃંદાવન પાર્ટી પ્લોટ થઈ મહેશ્વરી સર્કલ થઈ જમનાનગર પોલીસ ચોકી તરફ જઈ શકશે. -અંબાજી મંદિર તરફથી આવતાં વાહનો અઠવા ગેટ તરફ અથવા વી.ટી. ચોક્સી લો કોલેજ થઈ મહેશ્વરી સર્કલ થઈ જમનાનગર પોલીસ ચોકી તરફ જઈ શકશે. -જમનાનગર પોલીસ ચોકીથી -દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટી તરફ વાહનો જઈ શકશે. -નવસારી બજારથી હનુમાન ચાર રસ્તા ગોપીપુરા પોલીસ ચોકી, ખપાટિયા ચકલા ચૌટા પુલ નીચે થઈ નાણાવટ થઈ મુગલીસરા. -સચિન નવસારી તરફથી આવતા વાહનો સીએનજી સર્કલ, ઉધના દરવાજા થઈ સ્ટેશન તરફ જશે.