તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પૂજન અને સેલિબ્રેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાપડ માર્કેટો ત્રણ દિવસ સુધી બંધ રહેશે

શહેરના રીંગરોડ પર આવેલી સાડી અને ડ્રેસ મટીરયલ્સની માર્કેટમાં દિવાળીના દિવસે ચોપડા પૂજન અને સેલિબ્રેશન થશે. બપોર પછી દુકાનો વધાવીને વેપારીઓ પોતાના વતન ભણી અથવા પર્યટનનના સ્થળે રવાના થશે.રવિવારે ટેક્સટાઇલ માર્કેટમાં ઉમંગ અને ઉજવણીનો અનોખો માહોલ જોવા મળશે.વેપારીઓ એકબીજાને દિવાળી અને નુતન વર્ષની શુભકામના પાઠવશે.

રીંગરોડની ૧પ૦ ટેક્સટાઇલ માર્કેટમાં મીની ભારત સમાયેલું છે.દેશભરમાંથી વેપાર ધંધા માટે સુરત આવેલા અનેક લોકોએ ટેક્સટાઇલ માર્કેટમાં સ્થાન જમાવ્યું છે.માર્કેટમાં પંજાબી. મારવાડી, સિંધી, ગુજરાતી કે દરેક ધર્મ કે પ્રાંતના વેપારીઓ કામ કરે છે.પણ વર્ષોની પરંપરા મુજબ બધી વાત ભુલીને વેપારીઓ દિવાળીની ઉજવણી પરીવારજનો સાથે આનંદ અને ઉમંગથી મનાવે છે.દિવાળીનો એકમાત્ર દિવસ એવો છે જે દિવસે ટેક્સટાઇલ માર્કેટમાં મહીલાઓ સહીત પરીવારના સદ્દસ્યો સજીધઝીને માર્કેટમાં આવ્યા હોય. રવિવારે આમ તો સત્તાવાર રીતે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેતી હોય છે, પણ સવારે વેપારીઓ ચોપડા પૂંજન કરશે,ફટાકડા ફોડશે,ફુલોનો સાજ શણગાર કરશે અને અકબીજાને શુભેચ્છાઓ પાઠવશે.

- ૭મીથી કાપડ બજારો ફરી ધમધમતા થઈ જશે

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ સંજય જગનાનીના જણાવ્યા પ્રમાણે, રિંગરોડની તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સોમવાર તા.૪.૧૧.૨૦૧૩ના રોજથી ૬.૧૧.૨૦૧૩ સુધી રજા રહેશે. આ દિવસો દરમ્યાન ટેક્સટાઇલ માર્કેટોનો કારોબાર બંધ રહેશે. ટેક્સટાઇલ માર્કેટનો તમામ કારોબાર ૭.૧૧.૨૦૧૩ના રોજથી પુન: શરૂ થશે અને લાભ પાંચમથી કારોબાર ધમધમતો થઇ જશે.