પરીક્ષામાં સમય કાપી લેવાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરિક ટેસ્ટમાં કે.પી. કોમર્સ , વાડિયા વિમેન્સ અને એસ. પી. બીમાં ૨ કલાકનો સમય હતો જ્યારે અખંડ આનંદ, વિવેકાનંદન, બરફીવાલા અને ઓલપાડ કોલેજમાં દોઢ કલાકનો સમય હતો. બે કલાકનો સમય જે કોલેજોમાં અપાયો ત્યાં સંભવ છે કે વિદ્યાર્થીઓનો ઇન્ટરર્નલ સ્કોર વધી શકે છે. સામાન્ય રીતે ઇન્ટર્નલ માર્કસ યુનિટ ટેસ્ટ, લાયબ્રેરી એસાઈમેન્ટ અને હાજરીના આધારે મૂકાતા હોય છે. જેમાંથી યુનિટ ટેસ્ટના રિઝલ્ટમાંથી સૌથી વધુ માર્ક્સ ખેંચી લેવાની વિદ્યાર્થીઓને આશા હોય છે. પરંતુ અમૂક કોલેજોએ યુનિટ ટેસ્ટના સમયમાંથી અડધો કલાક કાપી લેતા હજારો વિદ્યાર્થીઓના ટેસ્ટ માર્ક્સ પર અસર પડી શકે છે તેના માટે જવાબદાર કોણ તેવો સીધો સવાલ ડી બી ગોલ્ડ શિક્ષણવિધ્યોને કરી રહ્યું છે. હાલ શહેરની કોલેજોમાં પરીક્ષાનો માહોલ છે. અગાઉ કોલેજો દ્વારા લેવાયેલી આંતરિક કસોટી પૂર્ણ થઈ હવે યુનિવર્સિટીની એકઝામ શરૂ થઈ ચૂકી છે પરંતુ યુનિટ ટેસ્ટ સાથે જોડાયેલો એક વિવાદ હાલ સપાટી પર આવ્યો છે. જેમાં કેટલીક કોલેજમાં ૫૦ માર્ક્સનું પેપર દોઢ કલાકમાં લેવામાં આવ્યું હતું જ્યારે કેટલીક કોલેજમાં આટલાં જ માક્gસનું પેપર બે કલાકમાં લેવામાં આવ્યું હતું. યુનિટ ટેસ્ટના માક્gસ વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમકે આ માક્gસમાંથી ઇન્ટરનલ માર્કસ મૂકાતા હોય છે. હવે વિવાદ એ છે કે જે કોલેજમાં વિદ્યાર્થીએ ૫૦ માક્gસની એકઝામ દોઢ કલાકમાં આપી હશે એ વિદ્યાર્થી કરતાં બે કલાકમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીને લખવાનો સમય વધુ મળયો હશે, તેને ઇન્ટર્નલ માર્કસમાં ફાયદો થશે. યુનિટ ટેસ્ટ કોલેજ પોતાની રીતે યોજતી હોય છે, એટલે યુનિવર્સિટીનો તેમાં હસ્તક્ષેપ હોતો નથી. પોશ એરિયાની કોલેજમાં જ પરીક્ષાનો સમય બે કલાક રાખવામાં આવ્યો હતો, એટલે આવી કોલેજો પોતાનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ સારું આવે એ માટે આવી ચાલાકી કરતી હોવાનો પણ ગણગણાટ શરૂ થયો છે. પરંતુ અહીં એવરેજ વિદ્યાર્થીઓને થનારા નુકસાન બાબતે કોલેજોએ વિચાર્યું નથી. આ નુકસાન એવું પણ નથી કે તેને પાછું ભરપાઈ કરી શકાય. માટે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ કોલેજોમાં એક સમાન સમયનો સરકયુલર બહાર પાડી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લેવું જોઈએ. ઇન્ટર્નલ માર્કસના ટેન્સનનું ગણિત કોલેજની વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા માર્કસ કે ગ્રેડ લાવવા માટે ઇન્ટરનલ માર્કસ ખૂબ જ ઉપયોગી સાબિત થતાં હોય છે. યુનિવર્સિટીની એકઝામમાં પ્રશ્નપત્ર તો ૭૦ માર્કસનું હોય છે. જ્યારે ઇન્ટરનટ માર્કસનો ક્રાઇટેરિયા ૩૦ હોય છે. આમ બંને માર્કસ મળીને કુલ ૧૦૦ માર્કસ થાય છે. ૭૦ માર્કસના પ્રશ્નપત્રમાંથી વિદ્યાર્થીએ પાસ થવા ૨૫ માર્કસ લાવવાના હોય છે. બીજી તરફ ઇન્ટરર્નલમાંપાસ થવા માટે ૧૧ માર્કસ લાવવાના હોય છે. ધારોકે કોઈ વિદ્યાર્થી ઇન્ટરર્નલમાં અગિયારથી ઓછા માર્કસ લાવે તો તેણે યુનિવર્સિટી એકઝામમાં વધુ માર્કસ લાવવા પડે. જ્યાં સુધી બંને માર્કસ મળીને ૩૬ માર્કસ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી પાસ ગણાતો નથી. હાલ કોલેજોમાં પૂર્ણ થયેલી એકઝામમાં કેટલીક કોલેજોમાં ૨ કલાકનો સમય હતો જ્યારે કેટલીક કોલેજોમાં દોઢ કલાકનો સમય હતો. આમ જ્યાં બે કલાકનો સમય અપાયો હતો તે કોલેજના વિદ્યાર્થીઓ અને જ્યાં દોઢ કલાકનો સમય અપાયો હતો તે કોલેજના વિદ્યાર્થીઓના માર્ક્સમાં તફાવત જરૂર આવી શકે છે. બની શકે કે કેટલાક વિદ્યાર્થીઓને સમય ઓછો પડયો હોય અને તેના કારણે તેના રઝિલ્ટ પર અસર પડે તો જવાબદાર કોણ ? ઓછા સમયમાં સારી પ્રેક્ટિસ થઈ જાય ખરી એવું નથી કે દોઢ કલાકમાં પરીક્ષા આપનારા કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થાય છે. લોજિકલી જોઈએ તો દોઢ કલાકમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થઈ જાય છે. કેમકે હાલ ચાલી રહેલી યુનિવર્સિટીની એકઝામ ૭૦ માર્કસની છે અને જે ત્રણ કલાક ચાલે છે. આ એકઝામ યુનિવર્સિટીની છે એટલે બધી જ કોલેજમાં સમય એક્સરખો છે. હવે જે વિદ્યાર્થીએ દોઢ કલાકમાં અગાઉ ૫૦ માર્કસનું પેપર આપ્યું હશે તે વિદ્યાર્થીને ૭૦ માર્કસનું પેપર ત્રણ કલાકમાં લખવામાં આસાની રહેશે. જ્યારે અગાઉ બે કલાકમાં ૫૦ માર્કસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને ૭૦ માર્કસનું પેપર ત્રણ કલાકમાં લખવામાં થોડી મુશ્કેલી નડશે. સિન્ડિકેટમાં મુદ્દો ઉઠાવાશે કેટલીક કોલેજમાં દોઢ અને કેટલીક કોલેજમાં બે કલાકનો સમય હોય તો તે યોગ્ય નથી. જો માર્કસ સરખા હોય અને સમય જુદો-જુદો હોય તો તેમાં સુધારા થવા જોઇએ. અમે આ બાબત સિન્ડિેકટની બેઠકમાં પણ ચર્ચીશું.-ગૌરાંગ વૈધ્ય, સિન્ડિકેટ સભ્ય યુનિટ ટેસ્ટ માટે પોશ એરિયાની કોલેજોમાં બે કલાક અને અન્ય કોલેજોમાં દોઢ કલાક... પરીક્ષાના સમયની બાબતમાં કોલેજ સ્ટુડન્ટ્સમાં બબાલ ઊભી થઈ છે. રેન્કર સ્ટુડન્ટ હોય હોય કે એવરેજ સ્ટુડન્ડ હોય તેમના માટે અડધો કલાક નહીં પરંતુ પરીક્ષાની એક-એક મિનિટ મહત્વની હોય છે. હા, રેન્કર સ્ટુડન્ટ કદાચ પોતાની ક્ષમતા ઓછા સમયમાં પણ સાબિત કરી શકે પરંતુ એવરેજ સ્ટુડન્ટ માટે તો અડધો કલાક સવૉઇવ ટાઇમ જેવો હોય છે. કોઈ પણ કોલેજના સત્તાધીશોને સ્ટુડન્ટનો આ સમય કેવી રીતે કાપી લઈ શકે ? તાજેતરમાં જ પૂરી થયેલી પ્રથમ આંતરિક ટેસ્ટમાં શહેરના પોશ એરિયામાં આવેલી કોલેજમાં બે કલાકનો સમય રાખવામાં આવ્યો હતો જેમાં કે.પી. ,વાડિયા, એસ.પી.બી.નો સમાવેશ થાય છે. જ્યારે અખંંડ આનંદ, ઓલપાડ, વિવેકાનંદ કે બરફીવાલા જેવી શહેરના છેવાડે આવેલી કોલેજેમાં દોઢ કલાકનો સમય રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૨ના પરિણામ બાદ પોશ એરિયાની કોલેજોમાં જ પ્રવેશ મેળવવામાં માટે વિદ્યાર્થીઓ લાઇન લગાવતા હોય છે અને ઓછી ટકાવરીવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ ફોર્મ ભરતી વખતે આવી જ કોલેજને પ્રાધાન્ય આપતાં હોય છે, એ વાત બે નંબરની છે કે આવા વિદ્યાર્થીઓનું નામ મેરિટ લીસ્ટમાં આવતું નથી, તેમણે શહેરના છેવાડાની કોલેજમાં પ્રવેશ મળે છે. જ્યારે પોશ એરિયામાં આવેલી કોલેજેમાં મોટાભાગે ધોરણ-૧૨માં સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે રેકિંગ સ્ટુન્ટ્સને શા માટે યુનિટ ટેસ્ટમાં બે કલાકનો સમય આપવામાં આવે છે. પ્રેક્ટિકલી જોઈએ તો બે કલાકની જરૂર તો દોઢ કલાકમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને છે. તસવીર : કનૈયા પાનવાલા