• Gujarati News
  • Threatened To Arrest For Do Not Complain Against Cleric

અડપલાં કરનાર મૌલવી સામે ફરિયાદ ન કરવા ધમકી આપનારાની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મૌલવીના પરિચીત નજીરે ભોગ બનનાર બાળકીની કાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

લાજપોરમાં પ૦ વર્ષના મૌલવીએ ૧૩ વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં બાદ ભારે હોબાળો મચ્યો હતો. મૌલવી સામે ફરિયાદ નહીં કરવા માટે તેના એક પરિચીતે બાળાના ઘરઆંગણે ભારે ઉધમ મચાવ્યું હતું. બાળાની કાકીએ લોકોને એકત્ર કરી પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની ચીમકી આપતાં મહિ‌લાને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી.

સાતેક દિવસ પહેલા લાજપોરના મૌલવી ગુલામ અગિયારીએ મદ્રેસામાં આવતી ૧૩ વર્ષીય બાળા સાથે અડપલાં કર્યાં હતાં. બાળકીની કાકીએ પૂછપરછ કરતા મૌલવીની કરતૂત ઉજાગર થઈ હતી. આ બાબતે બાળાની કાકીએ ગામના લોકોએ એકત્ર કરી બાળા સાથે થયેલી ઘટના જણાવી ત્યારે મૌલવી વતી ભલામણ કરવા માટે નજીરખાન ખાનજાદા આવી પહોંચ્યો હતો.

તેણે બાળાની કાકીને અટકાવી ફરિયાદ નહીં નોંધાવવા દબાણ કર્યું હતું. છતાં બાળાની કાકી પોલીસ મથક તરફ આગળ વધ્યા તો નજીરે તેને મારી નાખવાની ધમકી આપી હતી. સચિન પોલીસમાં બાળાની કાકીએ મૌલવી સામે તો ફરિયાદ કરી જ સાથે નજીર વિશે પણ રજૂઆત કરતા નજીરની ધરપકડ કરાઈ હતી. વધુ તપાસ પીઆઈ પી.બી. સાપરા કરી રહ્યા છે.