આ શહેર 'બેઠું' છે બારુદના 'ઢેર' પર: ઠેર ઠેર કેમિકલ બોમ્બ!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીચ વિસ્તારમાં ઠેર ઠેર કેમિકલ બોમ્બ : કોટ વિસ્તારમાં જરી ઉદ્યોગોમાં જોખમી કેમિકલોનો મોટાપાયે વપરાશ અલાયાની વાડીમાં જરીના ગૃહ ઉદ્યોગ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સાત કેરબા કેમિકલનો જથ્થો હતો જ્વલનશીલ કેમિકલ ડયુટાડાઈનના પાંચ કેરબા હતા તેમા ઘડાકો થતા બારી-બારણાંના ફૂરચા ઉડી ગયા હતા મહિ‌ધરપુરાના અલાયાની વાડીના રહેણાંક વિસ્તારમાં જરી ઉદ્યોગ ચાલતા એક મકાનમાં મંગળવારે રાત્રિએ અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી . બ્લાસ્ટ એટલો તો પ્રચંડ હતો કે બારી અને બારણા ફંગોળાઈને રસ્તા ઉપર આવી પડયાં હતાં. તો સામે રહેતા એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો . આ ઘટનાથી સ્થાનિક રહીશો ફફડી ઉઠયા છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જતા મોટી હોનારત ટળી હતી. આગના ઘણા બનાવો ફાયરબ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ બેગમપુરાની ઘાંચીશેરીમાં આવા જ્વલનશીલ કેમિકલનો જરી ઉદ્યોગમાં ઉપયોગ થતો હતો. તેને લીધે કેટલાંક વર્ષો અગાઉ આગની મોટી હોનારત સર્જા‍ય હતી. તેમા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. તો બિલ્ડીંગ પણ ધરાશાઈ થઈ ગઈ હતી. ગોલવાડમાં પણ બે કિસ્સાઓ જ્વલનશીલ કેમિકલને લીધે આગના નોંધાયા હતા. ૨પ ટકા ઘરોમાં કેમિકલ શહેરના કોસ વિસ્તારમાં સમાતા ગોપીપુરા, મહીધરપુરા, સગરામપુરા, બેગમપુરા, નવાપુરા, ગોલવાડ તથા લાલદરવાજા વિસ્તારોના ૨પ ટકા ઘરોમાં જરી ઉદ્યોગો ચાલી રહ્યાં છે. સરકારે તેને ગૃહ અને કુટિર ઉદ્યોગમાં સમાવ્યા છે. તેના થકી ઘણા લોકો રોજગારી મેળવી રહ્યાં છે. પરંતુ જોખમી કેમિકલોના વપરાશથી અનેક અકસ્માતો સર્જા‍ય રહ્યાં છે. ઘરમાં બધા ધ્રુજી ઉઠયા, આ જ મકાનમાં ત્રીજી ઘટના રાત્રિના સુમારે અચાનક ઘડાકા સાથે આગ ભભૂકી ઉઠતા અમારા ઘરના બધા લોકો ધ્રુજી ઉઠયા હતા. ધડાકો ઘણો જોરદાર હતો બારી-બારણાં મકાનમાંથી ઉખડીને ફંગોળાઈ રસ્તા પર પડયાં હતાં. ચાંદી-ગીલીટના બાકળાનો જરી ઉદ્યોગ અહીં ચાલે છે તેમાં સેલો, સ્પીરીટ સહીતના કેમિકલોનો વપરાશ થઈ રહ્યો છે. આજ મકાનમાં આ ત્રીજી ઘટના બની છે.’ -ચેતનભાઈ જરીવાલા, રહીશ ધડાકાનો અવાજ સાંભળતા જ જીવ બચાવીને ભાગ્યો 'રાત્રિના દશ સવા દશ વાગ્યાના સુમારે દરરોજની જેમ ઘર બહાર ઓટલા ઉપર બેઠો હતો. રાત્રિના બારેક વાગ્યા સુધી બહાર બેસતા આવ્યા છે. દરમિયાન ઘડાકા સાથે બ્લાસ્ટ થતા સળગતી બારી સીધી ફેંકાઈને મારી પાસે રોડ પર તૂટી પડી સાથે મકાનમાં આગ ભભૂકી ઉઠતાં હેબકખાઈ ગયો અને જીવ બચાવીને ભાગવું પડયું હતું. આ ઘટનામાં સદ્દનસીબે હુ બચી ગયો હતો.’ -પ્રવીણભાઈ રાણા, રહીશ જ્વલનશીલ કેમિકલના છ થી સાત કેરબાઓ હતા સીલ્વર અને ગોલ્ડન ગીલીટ માટે કેમિકલ વપરાય છે તેના છથી સાત કેરબા ૨૦૦ લીટરના હતા. આ ડયુટાડાઈન, સેલો કેમિકલમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. ફાયરસ્ટેશન નજીક હતુ તેથી તત્કાળ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી શક્યું હતું. પહોંચતા મોડુ થાત તો તમામ કેમિકલના કેરબા સળગી જાત તેને લીધે આજુબાજુમાં પણ આગ પ્રસરી શકી હોત.