કામરેજમાં કારનો કાચ તોડી ૬પ૦૦૦ની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માલિક કાર પાર્ક કરી ચા પીવા ગયા અને અજાણ્યા ઈસમો કરતબ અજમાવી ગયો
- કામરેજ ચારરસ્તા નજીક પાર્ક કરેલી કારમાં થયેલી ચોરી


કામરેજ- સુરત રોડ ઉપર આવેલા ધરમ શોપિંગ સેન્ટરમાં બુધવારના રોજ સવારે કાટિગનો વ્યવસાય કરતાં યુવાન રોડ ઉપર કાર પાર્ક કરી મિત્રની કાપડની દુકાનમાં ચા પીવા ગયો હતો. આ સમયે કારનો આગળનો કાચ તોડી અજાણ્યા ઈસમો ૬પ૦૦૦ રોકડની તથા ડોક્યુમેન્ટ સહિ‌ત પાકીટની ચોરી કરી ગયા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના કોસમાડી ગામમાં નવા ગાળામાં રહેતા અને કાટિગના વ્યવસાય કરતાં યોગેશભાઈ અમરતભાઈ પટેલ (ઉ.વ.૩૭) બુધવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે પોતાના ઘરે હુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર (જીજે- પ જેબી -૨૭૪પ) લઈને કામરેજ ચાર રસ્તા ખાતે સુરત રોડ ઉપર આવેલ મિત્રની દુકાને ગયા હતાં.

તેઓ રોડ પર કાર પાકિગ કરી દુકાનમાં ગયા હતાં. યોગેશભાઈને પાર્ટીને ચેક આપવાનો હોય માટે બેગમાં મુક્યો હતો. દુકાનમાં ચા પીધા બાદ કાર પાસે આવતાં કારનો ડાબી સાઈડનો કાચ અજાણ્યા ઈસમે તોડી નાંખ્યો હતો અને કારમાં રોકડા ૬પ૦૦૦ રૂપિયા તથા ચેક બુક અને અગત્યના કાગળોવાળી બેગ ચોરાઈ ગઈ હતી.આ બેગની શોધખોળ કર્યા બાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

પાકીટ વરાછા પોલીસ સ્ટેશન સામે જ મળ્યું

કામરેજ ચાર રસ્તા ખાતે ધરમ શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલી હુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાંથી ૬પ૦૦૦ રોકડા ભરેલું પાકીટને કાચ તોડી અજાણ્યા ઈસમ લઈ ગયા હતાં. આ પાકીટ વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા કેસરી એક્સપોર્ટના પાકિગની સામે ફોર વ્હીલ કાર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવતાં મેનેજર બેગમાંથી ફોન નંબર મેળવી યોગેશભાઈને જાણ કરી હતી. જેમાં અન્ય એક પાકીટ ચામુડા કાટિગના માલિક સુરેશભાઈના કાગળો પણ મળી આવ્યા હતા. જો કે બંને પાકીટોમાંથી રૂપિયા ન નીકળ્યા હતાં.