તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધાકૃષ્ણના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે જ ચોર દર્શનાર્થે આવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાત્રિદર્શન દરમિયાન લાકડાની પેટી તોડી દાનના ચાર હજાર ચોરી ગયો
વેસુમાં આવેલી જોલી રેસિડન્સીમાં પાંચ દિવસ પહેલા જ રાધાકૃષ્ણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટી તથા આજુબાજુના સંખ્યાબંધ રહીશો શ્રદ્ધાથી આ પ્રસંગમાં જોડાયા હતા. એક ચોરની નજર મંદિરની દાનપેટી પર પહેલેથી જ હોઈ તેણે ત્રીજા જ દિવસે પરાક્રમ કર્યું હતું. આ ચોર રાત્રિના સમયે આવ્યો અને મંદિરની બહાર મૂકેલી દાનપેટી તોડી તેમાંથી અંદાજે રોકડા રૂ. ૪૦૦૦ ચોરી ગયો હતો.
વેસુમાં આવેલી જોલી રેસિડન્સીના કેમ્પસમાં ગયા રવિવારે રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં દર્શન કરવા માટે સંખ્યાબંધ લોકો આવ્યા હતા. ભવિષ્યમાં મંદિર માટે સારું એવું ફંડ એકઠું થાય તે માટે મંદિરની બહાર જ એક લાકડાની દાનપેટી મૂકવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઇસમ જોલી રેસીડન્સીના કેમ્પસમાં ઘૂસ્યો હતો.
આ ઇસમે મંદિરની દાનપેટીને મારેલું તાળુ પેચિયા વડે તોડી તેમાંથી અંદાજે રૂ. ૪૦૦૦ની ચોરી કરી હતી. મંદિર પાસે સીસીટીવી કેમેરા નથી પણ સોસાયટીના ગેટ પર કેમેરા છે. જેના આધારે પોલીસે ચોરની ઓળખ થાય તે માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે સોસાયટીના રહીશ ચંદ્રકાંતભાઈ જયંતિલાલ મોદીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો. પીઆઈ સી. કે. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.