તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનાવરાછાના હીરાદલાલના ૧.૮૦ લાખનાં ઘરેણાંની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડીલરો બીલ વગર વાહન વેંચતા જ નથી , પાન કાર્ડ નહીં ધરાવતા વડીલ કે પત્નીના નામે વાહન ખરીદી મુશ્કેલ થશે
હવે તમે પ લાખથી વધુની કિંમતનું વાહન ખરીદશો તો આરટીઓમાં પાનકાર્ડ ફરજિયાત રજૂ કરવો પડશે નહીં તો તમારા વાહનનું રજીસ્ટ્રેશન નહીં થાય. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરી અને રાજ્યના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નવા ફતવામાં પાનકાર્ડ રજૂ ન કરાયો હોય તેવા વાહનોની રજિસ્ટ્રેશન એન્ટ્રી નહીં કરવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં ખેડૂતોએ પણ ખેડૂત હોવાનું પ્રમાણ રજૂ કરવું પડશે. તમારા પાનકાર્ડની વિગત ઈન્કમટેક્સ વિભાગને પણ પહોંચાડવામાં આવશે તેને આધારે તમારી આવક ઉપર પણ નજર રાખવાની ગણત્રી કરવામાં આવી છે.
લોકો જ હેરાન થશે
આવા નિયમો સરવાળે લોકોને હેરાન કરવા માટે હોય છે. લકઝુરીયસ કારો કે જેની કિંમત રૂ.૧પ લાખથી વધારે હોય તેવા વાહનો પર પાનકાર્ડ હોય તો ઠીક છે. પરંતુ નાની સેગમેન્ટ કારોને લક્ષ્ય બનાવીને આઇટી સરવાળે ઓટો ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરી રહી છે.
વિરેશ રૂ દલાલ, ઇન્કમ ટેક્સ નિષ્ણાંત
અમારે તો અમલ કરવાનો છે
રાજ્ય સરકારના આદેશનો અમે અમલ કરી રહ્યાં છે. આઇટીએ અમને જે વિગત આપવા માટે આદેશ આપ્યો છે. તેનો અમારે અમલ કરવાનો છે. તેથી અમે પાનકાર્ડ ફરજિયાત કરી દીધો છે. બાબુભાઈ પ્રજાપતિ, આરટીઓ
ખેડૂતનો પણ પુરાવો મગાશે
કારની કે મોંઘા વાહનનો વેચનાર ડીલરો પાસેથી ખરીદનારની વિગત સરળતાથી મેળવી શકનાર ઇન્કમટેક્સ વિભાગે આરટીઓમાં ફરજિયાત નિયમ લાગુ કરાવીને સરવાળે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. આ નવા નિયમને કારણે હવે લોકોએ ફરજિયાત પાનકાર્ડ રજૂ કરવાની પરિસ્થિતિ સર્જા‍ઇ છે. આમ હવે જે લોકો પાસે પાનકાર્ડ નહી હોય તેવા ખેડૂતો કે કોઈ પાનકાર્ડ નહીં ધરાવનાર પોતાના વૃધ્ધ માતા-પિતા કે પત્ની અથવા પુત્રના નામે વાહન ખરીદી નહીં કરી શકે. જોકે આઈટીની ગણત્રી એવી છે કે કેટલાક લોકો ખેડૂતોના નામે ખોટી રીતે વાહન ખરીદી કરી આઇટીમાંથી રાહત મેળવતા હોય છે. આથી હવે ખેડૂતે પોતે ખેડૂત છે એવી સાબિતી આપતું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.