તાપીમાં વોટર સ્પોર્ટ્સ માટે જળકુંભી વિલન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઝવે અને વિવિધ વોટર વર્ક્સ પાસે તાપીમાં ઊગી નીકળતી જળકુંભીની સફાઈ માટે બે કરોડના ખર્ચે વસાવેલું ડિવિડર મશીન પણ નદીમાં ઊગતી આ વનસ્પતિને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે, જળકુંભીના લીધે પાણીમાં પ્રદૂષણ તો વધે જ છે, સાથે અન્ય જીવસૃષ્ટિને પણ ઓક્સિજન ન મળી શકતો હોવાથી તેમને પણ નુકસાન થાય છે. પાણીમાં પર્યાવરણીય સાઇકલ જ ફરતી બંધ થઈ જતાં પાણી ડહોળું થાય છે, ઉપરાંત પાણીમાં પ્રદૂષણ પણ વધે છે, જાણકારો કહે છે કે જ્યાં સુધી નદીમાંથી જળકુંભી સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો વિકાસ મુશ્કેલ છે. તાપીમાં પ્રદૂષણનું મૂળ કારણ ગણાતી જળકુંભીની સફાઈ માટે પાલિકાએ રૂપિયા બે કરોડના ખર્ચે વસાવેલું ડિવિડર મશીન ધોળો હાથી સાબિત થયું છે. આજે આ મશીન વસાવ્યાને પાંચ વર્ષ વીતી ગયાં હોવા છતાં તાપીમાંથી જળકુંભીનો સફાયો થવાની વાત તો ઠીક, તેને વધતી અટકાવવામાં પણ પાલિકા સફળ થઈ શકતી નથી. ઉપરથી દર વર્ષે રૂ. ૨થી ૩ લાખ આ મશીનના મેન્ટેનન્સ પાછળ ખર્ચવાનો વારો આવ્યો છે. જાણકારો જળકુંભી સામે લાલ આંખ કરીને કહી રહ્યા છે કે જળકુંભીના લીધે પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે. તેની સફાઇમાં બેદરકારીના લીધે પાણી ડહોળું થઈ શકે છે. ઉપરાંત પાણીમાં પોલ્યુશનની માત્રા પણ વધી શકે છે. આ ઉપરાંત, શાસકો અને અધિકારીઓ શહેરીજનોને છેલ્લાં પાંચ વર્ષથી કા‹ઝવેના અપસ્ટ્રીમમાં વોટર સ્પોર્ટ્સનો ચાંદ દેખાડી રહ્યા છે. જો કે પર્યાવરણવિદ્દો તો કહે છે જ છે કે જ્યાં સુધી જળકુંભીનો સંપૂર્ણ સફાયો નહીં થાય ત્યાં સુધી વોટર સ્પોર્ટ્સ એક સ્વપ્ન જ બની રહેશે. જળકુંભીથી શું નુકસાન? જળકુંભીથી અનેક જળચર પ્રજાતિઓને તો નુકસાન થાય જ છે, સાથે-સાથે નદીનું પાણી પણ ડહોળું થાય છે. કેમકે જળકુંભીના લીધે સૂર્યપ્રકાશ નદીમાં ઊંડે સુધી જઈ શકતો ન હોવાથી જળચર ઉપરાંત બીજી વનસ્પતિઓને પૂરતો ઓિકસજન મળતો નથી. આ કારણોસર નદીમાં પર્યારણીય સંતુલનની જે કુદરતી સાઇકલ ચાલવી જોઇએ તે ચાલતી નથી. પરિણામે પાણીનું કુદરતી શુદ્ધીકરણ અટકી જાય છે. જળકુંભી સામાન્ય રીતે નદીના તિળયેથી શરૂ થઈને છેક સપાટી સુધી પણ આવે છે. જળકુંભીનાં મૂળ ગાંડા બાવળ જેવો આક્રમક સ્વભાવ ધરાવે છે. એકવાર શરૂ થયા બાદ તેને નાબૂદ કરવી ખૂબ જ અઘરી છે. જળકુંભી સતત સપાટી પર રહે તો તેની સાથે અન્ય વનસ્પતિઓ પણ ઊગી નીકળે છે. ઉપરાંત નદીના વહેણમાં આવેલો કચરો પણ તેમાં ગૂચવાઈને જામ થઈ જતાં નદીના પોલ્યુશનમાં આ‹ર વધારો થાય છે. અસરકારક પરિણામ કઈ રીતે મળે? મશીન અને મેન્યુઅલી એમ બંને રીતે જળકુંભીની રોજેરોજ સફાઈ કરવામાં આવે તો જ તેને વધતી અટકાવી શકાય છે, તેને સંપૂર્ણપણે દૂર કરવી અઘરી છે. આ ઉપરાંત જ્યારે મશીનથી તેને દૂર કરવાની ક્રિયા કરવામાં આવતી હોય ત્યારે પણ ખાસ ધ્યાન રખાવું જોઇએ કે જળકુંભી કપાઈને ફરી નદીમાં ન પડે. ત્ોનાં મૂળ ફરી ઊગી નીકળવાની શક્યતા રહે છે. એ માટે ટેક્નિકલ જ્ઞાન ધરાવનારાઓની દેખરેખ હેઠળ જ જળકુંભીની કાપણી કરાવવી જોઇએ. જોકે, મહાપાલિકા પાસે જળકુંભીના નિવારણ બાબતે કોઈ ખાસ આયોજન જ નહીં હોવાથી આજે પણ એ સમસ્યા યથાવત રહેવા પામી છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સાધનો કોઝ-વે ગાર્ડન નજીક ધૂળ ખાઈ રહ્યા છે : જાણકારો કહે છે કે જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી કા‹ઝવેના ઉપરવાસમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવી શકાય એમ જ નથી. જો જળકુંભીની સફાઈ વિના આ એક્ટિવિટી શરૂ કરવામાં પણ આવે તો અકસ્માતનો ભય રહે છે. કેમકે જળકુંભી વોટર સ્પોર્ટ્સનાં સાધનોમાં ભરાઈ જવાનો સતત ખતરો રહેશે. કોઈ સાધન પલટી મારી જાય એવી પણ શક્યતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૪ વર્ષથી નદીમાં વિવિધ પ્રકારની ૧૨ સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાના નામે અધિકારીઓ અને શાસકો લોકોને લીંબુ પકડાવી રહ્યા છે. આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કેટલાંક સાધનો તો ધૂળ ખાઈ રહ્યાં છે. આ સાધનોને આજે પણ કા‹ઝવે ગાર્ડન નજીક મૂકવામાં આવ્યાં છે. ગોવાના એક ઇજારેદારે આ એક્ટિવિટી શરૂ કરવા તૈયારી બતાવી હતી પરંતુ પાછળથી કેટલાંક ટેક્નિકલ કારણો આગળ ધરીને તે પણ પાણીમાં બેસી ગયો હતો. લીલથી નદી છલકાઈ : કા‹ઝવેના ગેટ અને અપસ્ટ્રીમમાં જળકુંભી ઉપરાંત લીલનું પણ સામ્રાજ્ય છે. કા‹ઝવે નજીક તો જળકુંભી અને લીલથી જ જાણે પાણીનો મોટાભાગનો વિસ્તાર ઘેરાઈ ગયો છે. આ ઉપરાંત લોકો પણ જાગૃતિના અભાવે કા‹ઝવેના અપસ્ટ્રીમમાં કચરો નાંખી જતાં હોવાથી તાપી કેટલીક જગ્યાએ તો અત્યંત ગંદી ગોબરી લાગી રહી છે. કાયમી નિરાકરણ કેવી રીતેઆવી શકે? જળકુંભીનું કાયમી નિરાકરણ સતત મોનિટરિંગ અને રોજેરોજ તેની સફાઈથી જ આવી શકે તેમ છે. આમ તો ચોમાસામાં નદી છલોછલ થાય કે પૂર આવે તેવા સંજોગોમાં પણ જળકુંભી સાફ થઈ જાય છે પરંતુ તેનાં મૂળિયાં ન ધોવાતાં હોઇ તેનું સામ્રાજ્ય ફરી સ્થાપિત થઈ જાય છે. ૯૫માં કોઝ વે તૈયાર કરાયો હતો ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે કોઝ વેનું નિર્માણ ૦૨ કરોડનું ડિવિડર મશીન જળકુંભી દૂર કરવા લવાયું ૦૫ લાખ રૂપિયા વર્ષે મશીનના સમારકામ માટે ખર્ચ બે કરોડનું ડિવિડર મશીન : ૩૫ કરોડના ખર્ચે ૧૯૯૫માં તૈયાર થયેલા કોઝવેમાં જળકુંભી સાફ કરવા માટે પાલિકાએ બે કરોડના ખર્ચે ડિવિડર મશીન વસાવ્યું છે. પરંતુ આ મશીન પણ જળકંુભી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. પાલિકાએ કોઝવે ઉપરાંત તમામ વોટર વર્ક્સ નજીક નદીમાની જળકુંભી અને અન્ય અશુદ્ધિ દૂર કરવાનું કામ ઇજારેદારને સોપ્યું છે. આ મશીનના સમારકામ પાછળ વર્ષે દહાડે રૂ.૪થી ૫ લાખનો ખર્ચ પણ કરવામાં આવે છે. જોકે, કોઈ ટેક્નિકલ એક્સપર્ટની ગેરહાજરીમાં સામાન્ય ડ્રાઇવર કક્ષાના લોકો જ મશીન દ્વારા સફાઈ કરતા હોઇ નદીમાંથી, ખાસ કરીને કા‹ઝવેના ઉપરવાસમાંથી જળકુંભીની સફાઈ શક્ય બની શકતી નથી. જળકુંભીના ફાયદા પણ છે : જળકુંભીથી નુકસાનની સાથે કેટલાક ફાયદા પણ થાય છે. ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર તરીકે તેનો ઉમદા ઉપયોગ થાય છે. તેને કમ્પોઝડ્ કરીને તેનો વધુ ફાયદો લેવામાં આવે છે. પાણીને નુકસાન કરે છે : જળકુંભીને જો સાફ કરવામાં આવે અને તે પણ મશીન અને મેન્યુઅલી, તો જ તેની પર કાબૂ મેળવી શકાય છે. તેના પર સતત મોનિટરિંગની જરૂર છે. તેના નિકાલ બાદ જ વોટર સ્પોર્ટ્સ શક્ય છે, નહીંતર અકસ્માત સર્જાઈ શકે છે. પાણી ડહોળું બને છે. બીજી જીવસૃષ્ટિને પણ નુકસાન થાય છે.’ડૉ. જયેશ દેસાઈ, પર્યાવરણવિદ્ અમારી કોશિષ ચાલુ છે : જળકુંભી પર કાબુ કરવા અમે પ્રયત્નશીલ છીએ. આ દિશામાં કામ ચાલુ છે. સ્પોર્ટસ એક્ટિવિટી કેમ શરૂ નથી થતી એ મામલે હું કંઇ ન કહી શકું. જળકુંભીથી પાણીને થતાં નુકશાન બાબતે જાણ છે એટલે જ તો અમે તેને સતત દુર કરવાના પ્રયત્નમાં છીએ.’ - આર.જે.માધવાણી, ઇન્ચાર્જ, એક્ઝિકયુટિવ એન્જિનિયર, હાઇડ્રોલિક વિભાગ