• Gujarati News
  • The World's Largest System Of Parliamentary Democracy Surat

તમારો મત અમૂલ્ય છે, પણ સરકારને તે પપમાં પડે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારો મત અમૂલ્ય છે, પણ સરકારને તે પપમાં પડે છે

સુરત મહાપાલિકા લોકસભા ચૂંટણીમાં બુધવારનાં રોજ કુલ ૧૪.૮૪ લાખ મતદારો દ્વારા તેમના મત આપવામાં આવશે અલબત વિશ્વની સૌથી મોટી આ સંસદીય લોકશાહી પ્રણાલી પાછળ લોકોના કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે સુરતના લોકો પાછળ દેશની તિજોરીમાંથી કુલ રૂ.૮.૩૦ કરોડ જેટલી રકમ ખર્ચાશે.આમ સુરત શહેરના એક નાગરિકની પાછળ મતદાન પ્રક્રિયાની પૂર્વ અને વર્તમાન તૈયારીઓ પાછળ કુલ રૂ.પપનો ખર્ચ થયો છે. ત્યારે આ વિશ્વની આ મહાપ્રણાલીને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરૈએ પણ તમામ શહેરીઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.

નોટા બટનનો પ્રથમ વખત
સુરત, નવસારી અને બારડોલી લોકસભા બેઠકમાં પ્રથમ વખત નોન ઓફ ધ અબવ એટલેકે નોટા બટન ઇવીએમ મશીન પર રખાયું છે. તમને જો કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોયતો આ બટન દબાવી શકો છો. નોટાના મત સૌથી વધારે મત મેળવનાર ઉમેદવાર કરતા વધી જાયતો તે વિસ્તારમાં ફરીથી ચૂંટણીનું આયોજન કરવાની નિયમોમાં જોગવાઇ છે. આમ પ્રથમ વખત સુરતના કુલ ૧૪.૮૪ લાખ મતદારો નોટાનું બટન દબાવીને ઉમેદવારોની પસંદગી સામે તેમનો ખુલ્લો વિરોધ વ્યકત કરી શકશે.ડીસ્પેચ સામગ્રી ખૂટી પડી લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ડીસ્પેચીંગ સામગ્રી ખૂટી પડી હોવાની વિગતો જાણવા મળી છે. તેમાં સ્ટાફનો કર્મચારી અન્ય જગ્યાએ સીફટ થઇ જતા આ ક્ષતિ સર્જા‍ઇ હોવાની વિગત જિલ્લા કલેક્ટરે જણાવી હતી.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...