મહુવા પંથકમાં ગંદર્ભોના આતંકથી લોકો ભયભીત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીવાયએસીપના લોકદરબારમાં ગંદર્ભોના ત્રાસમાંથી કાયમી મૂક્તિ મળે એવી માગણી

મહુવા પંથકમાં ગંદર્ભોનો આંતક ફરી શરૂ થઈ જતાં પંથકવાસીઓ ભયભીત બની ગયા છે. બેફામ દોડતા ગદર્ભોથી ભયભીત બનેલા પંથકવાસીઓએ બારડોલી ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબારમાં રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. આથી મહુવાના રહેવાસીઓમાં ઉગ્ર રોષ વ્યાપી ઉઠયો છે.મહુવા પંથકમાં ગંદર્ભોના માલિક દ્વારા તેમનું કામ પત્યા બાદ છૂટા મુકી દે છે. જેના પરિણામે દિવસ દરમિયાન મહુવા બસ ડેપો પર પારસી ફલિયામાં બજાર ફલિયા, બ્રાહ્મણ ફળિયામાં ગંદર્ભો દોડાદોડી કરે છે. ઉપરાંત ગંદર્ભો એકબીજા સાથે તોફાન પણ કરે છે. આ બેફામ દોડતા ગંદર્ભો ઘણીવાર નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટમાં લઈ ગંભીર ઈજાગ્રસ્ત બનાવે છે.

ભૂતકાળમાં આ ગંદર્ભોના અડફેટમાં ઘણાં રાહદારીઓ અને વાહનચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે. હાલ ફરી આ ગંદર્ભોનો આંતક દિવસે દિવસે વધવા લાગ્યો છે. છતાં જવાબદાર તંત્રના પેટના પાણી પણ હાલતાં નથી. બેફામ દોડાદોડ કરતાં આ ગંદર્ભોના આંતકને લઈ હાલ વૃદ્ધો કે બાળકો એકલા ફરી શકતા નથી. એટલું જ નહીં નાના બાળકો ઘરની બહાર ફળિયામાં રમી પણ શકતા નથી.આ તોફાની ગંદર્ભો કોઈ નિર્દોષને અડફેટમાં ગંભીર અકસ્માત સર્જે તે પહેલા જવાબદાર તંત્ર ગંદર્ભોને છૂટા મુકનારા માલિકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પંથકવાસીઓ સેવી રહ્યાં છે.