નિઝરમાં તરૂણે સગીરાને બનાવી ગર્ભવતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાહદા તાલુકાના એક ગામની સગીરા નિઝર ખાતે અંબેલાલ પટેલના એરંડાના ખેતરમાં તેના પરિવાર સાથે મજૂરી કરવા આવી હતી. આ ખેડૂતને ત્યાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલગાંવ તાલુકાના કજીયા પાણી ગામના એક ૧૬ વર્ષનો તરુણ પણ તેમના પરિવાર સાથે ખેતમજૂરી કરવા આવ્યા હતાં. વર્ષ ૨૦૧૧માં હોળીના પર્વના આઠ દશ દિવસ પહેલા આ સગીરાને તરુણે લગ્નની લાલચ આપી ખેતરમાં ખેંચી ગયો હતો. ત્યારબાદ તેની સાથે શરીર સુખ માણતાં સગીરા ગર્ભવતી બની હતી. એક સપ્તાહ પહેલા જ આ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. આમ છતાં તરુણના પરિવારે અને તરુણે આ સગીરાને સ્વીકારવાની ના પાડી હતી. આખરે નિઝર પોલીસ સ્ટેશનમાં સગીરાએ આ તરુણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.