તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપીનું શુદ્ધિકરણ માત્ર કાગળ પર!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અવેરનેસ - ૬૦ લાખના ખર્ચે પ દિવસના તાપી મહોત્સવનો બુધવારથી પ્રારંભ
- જાગૃતિને આવકાર પણ પાલિકાએ ૧૦ વર્ષમાં તાપી શુધ્ધિકરણ માટે ૧૧૮ કરોડની ફાળવણી કર્યા બાદ અમલ કર્યો નહી


ચેમ્બર ઓફ કોમર્સ, મહાનગર પાલિકા,શ્રી રામક્રિષ્ણા ચેરીટેબલ ટ્રસ્ટ, દક્ષિણ ગુજરાત યુનિવસીર્ટિ અને અભિવ્યકિત સંસ્થાના ઉપક્રમે પ દિવસના તાપી ઉત્સવનું આયોજન કરાયું છે. જે માટે રૂપિયા ૩૦ લાખ પાલિકાએ આપ્યા છે અને ૧પ લાખ શ્રી રામક્રિષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ૧પ લાખ અન્ય એમ ૬૦ લાખના ખર્ચે તાપી ઉત્સવનું આયોજન કરાયું છે.શાસ્ત્રોમાં તાપીને સૂર્યની પુત્રી તરીકે ઓળખાય છે.

તાપી નદીને કાંઠે વસેલું સુરત આર્થિ‌ક રીતે ફુલ્યું ફાલ્યું છે, સમુધ્ધ થયું છે,અનેક રાજયોના લોકો અહીં આવીને વસ્યા છે અને પુરા સુરતી બની ગયા છે. તાપીની વર્ષગાંઠના દિવસે સુરતીઓ ભવ્ય ઉજવણી કરવા પણ ભેગા થાય છે. પણ પછી આખુ વર્ષ તાપીની પવિત્રતા અકબંધ રાખવા કોઈ તેની સામે જોતું પણ નથી. પાલિકાએ ૧૦ વર્ષમાં તાપી શુધ્ધિકરણ માટે ૧૧૮ કરોડની ફાળવણી કરી છે, પણ બધુ આજ સુધી માત્ર કાગળ પર જ રહ્યું છે.

તાપી શુધ્ધિકરણ માટેના કારણો

ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટમાંથી નિકળતી ફલાય એશ તાપી નદીમાં ભળે છે તેને કારણે નદી પ્રદુષિત થાય છે. છેલ્લાં એક વર્ષમાં આ ફલાય એશ રોકવા માટે કોઈ કામ થયું નથી.
વિયર કમ કોઝવેના ઉપરવાસમાં સુડા અને જિલ્લા પંચાયતના ગામોમાંથી મેલું પાણી તાપી નદીમાં ઠલવાય છે. ખોલવડ, કઠોર અને ગાયપગલાં એમ ૩ ગામોના પાણી અટકાવવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનના નિર્ણય લેવાયા છે, પણ હજુ માત્ર કામ સોંપાયું છે.
છાપરાભાઠાં ખાડીને તાપી નદીમાં ભળતી અટકાવવા માટે હજુ સોમવારે સ્લુઇસ રેગ્યુલેટર મુકવા માટેનું કામ સોપાયું છે.
તાપી નદીના ડાઉન સ્ટ્રીમમાં મગદલ્લા પાસે બલુન બેરેજ બનાવવાનું કામ ૧૦ વર્ષથી ચર્ચામાં છે પણ આજ સુધી યોજના માત્ર કાગળ પર જ છે. એક પણ કામગીરી થઈ નથી.
તાપી નદીના કાંઠે વરસાદી ગટરના આઉટલેટ છે. તેમાં ગેરકાયદે ગટર જોડાણોને કારણે તાપીમાં જે ગંદકી ભળે છે.તેને અટકાવવા માટે સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદે જોડાણોની માત્ર સંખ્યા શોધવાનું જ કામ પુરુ થયું છે. અટકાવવાનું કોઈ કામ થયું નથી.
તાપી નદીના કિનારે ૩૬ ઓવારા છે.જેમાં પુજાપાઓ, ફુલો જેવા ધાર્મિ‌ક કચરાં ઠલવાઈ છે અને તે તાપીમાં ભલે છે. ફુલોને કારણે ઓવારા ગંદકીથી ઉભરાઈ રહ્યા છે. પણ તેની નિયમિત સફાઈ માટે છેલ્લાં એક વર્ષમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી.

અસર શું છે

સૌથી વધારે અસર વિયરના જળાશયમાં થાય છે. ઉનાળામાં ફ્રેશ વોટર ઓછું આવતું હોવાથી પુરવઠા અને ગુણવત્તાને અસર થાય છે. વિયરની નીચેની ભાગમાં ગંદકીનોકાંપ ઉભરાય છે તેને કારણે નદી છીછરી થઈ રહી છે. તાપીની વહન ક્ષમતા ઘટી ગઈ છે. શહેરને માથે હમેંશા પુરનું જોખમ મંડકાતું રહે છે.

ઉકેલ શું

વિયરના ડાઇન સ્ટ્રીમમાંથી કાંપ દુર કરાવવો જોઇએ
ગણોશોત્સવ વખતે પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાનું વિર્સજન બંધ થવું જોઇએ.
દરેક ઓવારા પર નિયમિત સફાઈ થાય તેના માટે ચોકક્સ આયોજન થવું જોઇએ.
વિયરની નીચે આડબંધની જરૂર.
ઉકાઈના થર્મલ પાવરની ફલાય એશ તાપીમાં ભળતી અટકાવવાના પગલાં લેવાવા જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો