સફેદ રણ નહીં આ છે ખારોપાટ બનેલી તાપી, પડી રહ્યાં છે દુર્દશાના ખાડા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તાપીના પટ પર પડી રહ્યાં છે દુર્દશાના ઘા
- ખારાપાટની ચાદર હેઠળ થથરી રહેલી તાપી નદીના બદલે ખાડાઓમાં ફેરવાઈ રહી છે. કિનારાઓ પર પડેલાં ખાડા જાણે મચ્છર ઉત્પન કરતી ફેકટરીઓમાં ફેરવાઈ રહ્યાં છે. જેમાં ઉત્પન થતાં ક્યૂલેક્સ મચ્છર હાથીપગાને જન્મ આપવા સક્ષમ હોય છે
- તાપીમાં ડ્રેજિંગની વાતો તડકાં પુરવાર થઈ છે. વળી ડ્રેજિંગ બે મીટરના સમતલ લેવલે નહીં થાય તો ડ્રેજિંગ બાદ સ્થિતિ વધુ બગડશે. તાપી ખાડાઓમાં ફેરવાશે. જોકે આમ પણ નદી તેનું મૂળ સ્વરૂપ ગુમાવી રહી છે પણ કેમ ફરક પડતો નથી ભાજપીઓને...


તાપી નદીના અસતત્ત્વિ‌ સામે ખતરો છે. તેનું જીવન જાણે વિલાઈ રહ્યું છે અને છતાં શહેરીબાવાઓનું રૂંવાડુય ફરકતું નથી તે કેવું ? નદીના પટમાં વિસ્તરતો જતો ખારાપાટ તેના જળને પણ ખારી ન બનાવી દે ? જાણે આખી તાપી પર સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેમ ખારાપાટ ફેલાતો જાય છે. તેની અંદર તાપીનો મૂક ફફડાય છે. તે છિછરી થઈ રહી છે ને ખારી પણ. પરંતુ તેમ છતાં માત્ર ને માત્ર નદીના શુધ્ધિકરણ માટેની વાતો જ કરતા શાસકો હજી જાગતા નથી.નદીના પટમાં ઠેકઠેકાણે ખાડા પડી ચૂક્યા છે. ને તમાં ભરાઈ રહેલા પાણીએ તાપીને ગટરગંગામાં ફેરવી નાંખી છે.

આમ નાળામાં ફેરવાઈ ગયેલી તાપી નદી માત્ર દુર્ગંધ જ નથી ફેલાવી રહી પરંતુ મચ્છરો માટે સ્વર્ગ સમાન બની રહી છે. નદી કિનારાઓ પર ચાલતી રેતી ખનનની ગેરકાયદે કામગીરી કે કુદરતી રીતે રચાયેલાં ખાડાને લીધે તેમાં મચ્છરો ઉત્પન્ન થાય છે અને એ પણ હાથીપગા માટે જવાબદાર એવા કયૂલેકસ મચ્છર. કોઝવેના અપ સ્ટ્રીમમાં કે જ્યાં ઠેર-ઠેર પાણીનો ભરાવો રહે છે ત્યાં મચ્છરોના ઉદભવસ્થાન માટે વધુ શક્યતા રહેતી નથી પરંતુ ડાઉન સ્ટ્રીમમાં કે જ્યાં પાણીનો ફલો પણ ઓછો છે અને ગટરનુ ંપાણી જમા થાય છે ત્યાં મચ્છરો ઉત્પન્ન કરતી ફેકટરી બની ગયા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે આવી જગ્યાએ મચ્છરો થાય છે.

તાપીની આ હાલત બાદ મનપાએ ઝડપભેર કોઈ પાઇલોટ પ્રોજેકટ હાથ પર લેવો જોઈએ કે જે નદીને માત્ર સાફ જ ન કરે પરંતુ ઊંડી પણ બનાવી શકે ? જે માટેનો બલુન બેરેજ પ્રોજેક્ટ તો જાણે સાવ અભરાઈ પર ચડી ગયો હોય તેવી સ્થિતિ છે. વર્ષો અગાઉ તાપીમાં લટાર મારી આવનારા અમૂક શાસકોને બાદ કરતાં બાકીને આટલાં વર્ષોમાં નદી માટે કંઈ કર્યું નથી. તેમના કાને પડશે તેમના જ શહેરની તાપીનો ચિત્કાર ?

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...