તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી તટે જામ્યો કલાનો ઉત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરેશ રાવલે નર્મદના નિબંધનું પઠન કરી બુધવારે સાયન્સ સેન્ટર ખાતે તાપી ઉત્સવનું ઓપનિંગ કર્યું, પાંચ દિવસ ચાલનારા આ તાપી ઉત્સવમાં પહેલા દિવસે અચ્યુત પાલે લાઇવ કેલિગ્રાફી કરી સુરત દોર્યુ અને લખ્યું પણ તો બહુરૂપિયાઓએ ઓડિયન્સને જલસો કરાવ્યો

'સાતપુડાથી લઇને નાનપુરા સુધી વહેતી તાપી નદી વિશ્વની સૌથી મોટી નદીઓમાં ૨પ૦મા ક્રમે આવે છે, આ તાપી છે માટે સુરત નથી બન્યું પણ સુરતને કારણે તાપી બની છે. સુરતીલાલાના રંગીલા મિજાજને ધ્યાનમાં રાખીને તાપીને પણ મન થયું કે આ શહેરને હું બાથમાં ભીડી લઉં અને એટલે જ તાપીએ સરસાણાથી થોડો કર્વ લઇને પછી જ દરિયા સુધી જવાનું નક્કી કર્યું હશે. તાપીનું પાણી દરેક સુરતીના શરીરમાં અને મનમાં વસે છે અને એટલે જ આ તાપી ઉત્સવ તાપીમાં અને તાપીની આસપાસ રહેતા લોકો માટે છે,’ તાપી ઉત્સવની ઓપનિંગ સેરેમનીમાં સ્ટેજ પરથી ડો.રઇશ મણિયારે આ શબ્દો કહ્યા અને જાણે ઓડિયન્સમાં બેઠેલા સુરતીઓની નસોમાં થોડી મિનિટો માટે લોહીને બદલે તાપી વહેવા લાગી.

તાળીઓના ગડગડાટ સાથે તાપી ઉત્સવના પહેલા દિવસનો આરંભ થયો. સુરતમાં એક જ છત્રછાયા નીચે સાત કલાઓનો મહાકુંભ શરૂ થયો. પરેશ રાવલે આ તાપી મહોત્સવનું ઓપનિંગ કર્યું અને એમણે ઓપનિંગ સેરેમનીમાં કહ્યું પણ ખરું કે સુરત બીજું કંઈ નહીં પણ હવે કલા ક્ષેત્રનું કાશી બની ગયું છે’. તાપી મહોત્સવનું ઓપનિંગ કર્યા બાદ પરેશ રાવલે નર્મદના ગેટઅપમાં સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી અને સુરતીઓને જલસા પડી ગયા હતા. વર્ષો પહેલા સરદારના ગેટઅપમાં દેખાયેલા પરેશ રાવલને નર્મદના ગેટઅપમાં જોવાની મજા પડી ગઇ હતી. પરેશ રાવલે નર્મદનો જ નિબંધ મંડળી મળવાના લાભોનું પઠન કર્યું હતું. આ તાપી ઉત્સવમાં પાંચ દિવસનો કલાનો જલસો જામશે. તાપી ઉત્સવના પહેલા દિવસે જુદા જુદા રાજ્યોના ક્રાફ્ટ વર્ક સાથે હેન્ડીક્રાફ્ટ કોર્નર ખુલ્લો મૂકાયો હતો.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો