તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદ મહેલ રોડના તક્ષશિલા એપાર્ટમેન્ટના રહીશોનો હોટલ સંચાલક સામે હોબાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આનંદ મહેલ રોડના તક્ષશિલા એપાર્ટમેન્ટના રહીશોનો હોટલ સંચાલક સામે હોબાળો
- સબ વેની ફ્રેન્ચાઈઝી માટે ડીપી નાંખવા સોસાયટીનો રસ્તો બંધ કરી દેવાતા રહીશો નારાજ


રાંદેરના આનંદ મહેલરોડ પર આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના રહીશોએ ગુરુવારે સવારે એપાર્ટમેન્ટની જગ્યામાં ડીપી નાંખવા આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સામે હોબાળો મચાવ્યો હતો. એપાર્ટમેન્ટમાં શરૂ કરવામાં આવેલી સબ વે હોટલ માટે વધારાના પાવરની જરૂર માટે સોસાયટીના રસ્તાનો ગેરકાયદે ઉપયોગ કરાતો હોવાને કારણે રહીશોએ હોબાળો મચાવ્યો હતો.ફરીયાદને પગલે અડાજણ પોલીસ આવી જતા આખરે ડીજીવીસીએલના સ્ટાફે સામાન લઇને જતા રહેવું પડયું હતું.

તક્ષશીલા એપાર્ટમેન્ટના રહીશોએ જણાવ્યું હતું કે અમારા બિલ્ડીંગ નીચે ડીસન્ટ હોટલ ચાલે છે તેની ઉપરના ભાગે સબ વે નામથી નવી ફ્રેન્ચાઇઝી શરૂ થઈ છે. તેમાં વધારાના એ.સી માટે ડીજીવીસીએલમાં નવી ડીપી નાંખવા માટે હોટલના સંચાલકે અરજી કરી હતી. તેની સામે સોસાયટીના સભ્યોએ ડીજીવીસીએલમાં ૬ ફેબ્રુઆરીએ વાંધા અરજી કરી હતી કે સોસાયટીના રસ્તો બંધ થઈ જતો હોવાથી ડીપી નાંખવાની પરવાનગી આપવી નહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો