• Gujarati News
  • Take Admission Responsibility Or Gives Suman High School

પ્રવેશની જવાબદારી લો નહીં તો, સુમન હાઇસ્કૂલ આપો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમન સ્કૂલ માટેની માગણીઓ પર આનંદીબેને ઠંડું પાણી રેડ્યું છે તો હવે 'રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નોનગ્રાન્ટેડ સ્કૂલોએ નબળી સ્થિતિવાળા ૨પ ટકા બાળકોને એડમિશન આપવું ફરજિયાત છે, તો તમે(પાલિકા) શા માટે વધારાની જવાબદારી લો છો...’
પાલિકામાં શાસકો અને અધિકારીઓ સાથેની બેઠકમાં આનંદીબેન પટેલે આવું પરખાવ્યું તો ખરું પણ આ બાળકોને પ્રવેશ મળશે તેની ગેરંટી સરકાર આપી શકશે?
પાલિકામાં કોર્પોરેટર્સ દ્વારા સુમન માધ્યમિક સ્કુલ વધારવા માટેની સતત માગ કરાઈ રહી છે. ભાજપ શાસકોએ તેમાં વધારો કરવા માટેની હિ‌લચાલ પણ કરી છે. જોકે, હવે તેની ઉપર ઠંડુ પાણી રેડાઈ ગયું હોય તેવી હાલત છે. કેમકે, શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલે પાલિકાને પ્રાથમિક શિક્ષણ સિવાયની આવી વધારાની જવાબદારી નહીં ઊપાડવાની હિ‌માયત કરી છે. જેના કારણે સુમન સ્કુલના મામલે શાસકોની હાલત કફોડી થઈ ચૂકી છે કેમકે હાલમાં ચાલતી સુમન સ્કુલને એકસ્ટેનશન આપવાથી માંડીને શાસકો નવી સ્કુલની શકયતા ચકાસી રહ્યાં હતા. અને સુમન સ્કુલ શરૂ કરવી જરૂરી પણ છે કેમકે નોનગ્રાન્ટેડ સ્કુલોમાં ભલે ૨પ ટકા નબળા બાળકોને લેવાની વાત થઈ હોય મોટાભાગની નોનગ્રાન્ટેડ સ્કુલો આ મુદ્દે આંખ મિંચામણા કરતી આવી છે.
શહેરમાં નબળા અને સામાન્ય વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી પાલિકાની ફરજમાં આવતી બાબત છે. માધ્યમિક શિક્ષણ માટેની જવાબદારી નથી. છતાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ શિક્ષણ સમિતિની શાળાના આજ બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવામાં અગવડતા પડતી હોઈ, પાલિકા ૮ જેટલી સુમન માધ્યમિક સ્કુલ્સ પણ ચલાવી રહી છે.
શહેરની હદનું વિસ્તરણ થયા પછી આવી સુમન સ્કુલની સંખ્યા વધારવા માટેની સતત માગ થઈ રહી છે. હાલમાં જ ન્યુ સિટીલાઈટ, વેસુ, પાંડેસરા, અલથાણ, ઉધના, લિંબાયત જેવા વિસ્તારમાં પણ આવી સુમન સ્કુલ શરૂ કરાય તેવી માગણી પાલિકાની છેલ્લી ત્રણ સામાન્ય સભામાં પણ કરાઈ છે. એટલે, આવી શાળાઓ શરૂ કરવા માટેની શક્યતાઓને ચકાસવા ભાજપ શાસકોએ વહીવટી તંત્રને મૌખિક આદેશ પણ કર્યો છે. એટલું જ નહીં હાલની કેટલીક સુમન સ્કુલના એક્સટેન્શનની મંજૂરી પણ આપી દીધી છે.
આનંદીબેનની ટકોર પછી ભાજપ શાસકો ગૂંચવાયા
ગત ગુરુવારે શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલ સુરતમાં હતાં. તેમણે પાલિકામાં અધિકારીઓ અને ભાજપ શાસકો વચ્ચે એક બેઠક કરી હતી. પાલિકાના વર્તુળોના કહેવા પ્રમાણે તેમાં તેમણે અન્ય મુદ્દાઓની સાથે સુમન સ્કુલનો મુદ્દો પણ છેડયો હતો. તેમણે એવી ટકોર કરી હતી કે, 'રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નોનગ્રાન્ટેડ સ્કુલોએ નબળી સ્થિતિવાળા ૨પ ટકા બાળકોને એડમિશન આપવું ફરજિયાત છે, તો પાલિકા શા માટે વધારાની જવાબદારી લે છે...’ આવી ટકોર પછી નવી સુમન શાળા માટે વિચારી રહેલાં ભાજપ શાસકો પણ અવઢવમાં મૂકાયા છે.