બોર્ડે દ.ગુ.માં એકેય ટેબલેટ જ નથી આપ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આશ્ચર્ય - પરીક્ષા ખંડની ગતિવિધિ પર નજર રાખવા સ્કવોડને ફાળવવાના હતા

આવતીકાલથી એક્સાથે એસએસસી અને એચએસસીના બંને પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ડીઇઓની સ્થાનિક ટીમ ઉપરાંત સ્કવોડના અધિકારીઓ પણ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય એ માટે દરેક કેન્દ્ર પર રાઉન્ડ લગાવશે. પરીક્ષા ખંડની ગતિવિધિ પર નજર રાખવા માટે પણ બોર્ડે વ્યવસ્થા કરી છે.

કુલ ૧૩૦૦ ટેબલેટ દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવશે. નવાઇની વાત એ છે કે આ પૈકીનું એકેય ટેબલેટ સુરત તો ઠીક સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અપાયું નથી. બોર્ડના આ પગલાં બાબતે જ્યારે ડીઇઓને પૂછવામાં આવ્યું તો તેમણે બોર્ડનો નિર્ણય છે એમ કહીને સમગ્ર મુદ્દાથી હાથ ખંખેરી નાંખ્યા હતા.

બોર્ડના આદેશનો અર્થ શું?

બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતુ કે પ્રાયોગિક ધોરણે ૧૩૦૦ ટેબલેટ વિવિધ સેન્ટર પર અપાશે. કલાસરૂમમાં આ ટેબલેટ મૂકવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. છેવટ સુધી સુરત ડીઇઓ કચેરી રાહ જોતી રહી હતી પરંતુ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ પણ ટેબલેટને લગતો કોઈ મેસેજ આવ્યો ન હતો.

સિસ્ટમ કંઇ રીતે કામ કરશે?

ટેબલેટ એક કલાસરૂમમાં એક ર્કોનરમાં રાખવામાં આવશે. આ ટેબલેટ વીડિયો રેકોડગિ કરશે.બોર્ડ અને જીઆઇપીએલ સાથે મળીને આ સિસ્ટમ ગોઠવી છે. જેમાં ટેબલેટમાં એક કાર્ડ છે જેમાં આ રેકોડગિ સ્ટોર થશે, આ ટેબલેટને બોર્ડના સવeર સાથે જોડાશે અને બોર્ડની વેબસાઇટ પર તે જોઇ શકાશે.

સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ ઇમાનદાર છે

બોર્ડ દ્વારા એકેય ટેબલેટ નહીં આપવામાં આવતા એક રીતે એમ પણ કહી શકાય કે સાઉથ ગુજરાતના ૧.૩૯ લાખ જેટલાં વિદ્યાર્થીઓ ઇમાનદાર છે.

સાઉથ ગુજરાતમાં એકેય ટેબલેટ

આમ તો બોર્ડ દ્વારા કુલ ૧૩૦૦ ટેબલેટ પરીક્ષાની વીડિયોગ્રાફી કરાવવા માટે આપ્યાં છે, પરંતુ આ પૈકી સાઉથ ગુજરાતમાં એકેય ટેબલેટ આપવામાં આવ્યાં નથી. પ્રાયોગિક ધોરણે છે એટલે કદાચ ન અપાયા હોય’
-યુ.એન.રાઠોડ, ડીઇઓ